ગીર સોમનાથ 13 સપ્ટેમ્બર (હિ.સ.)
ગીર સોમનાથ આજરોજ જિલ્લા ટ્રાફીક શાખા, ગીર સોમનાથ દ્વારા નેશનલ હાઈવે ઉપર જાહેર જનતાની અવર-જવર વધુ પ્રમાણમાં રહેતી હોય જેથી માર્ગ અકસ્માતોના બનાવો ન બને અને વાહન ચાલકો તેમજ તેઓના પરિવારની સલામતી માટે ટ્રાફીક નિયમોની અમલવારી કરવા સારૂ જાહેર જનતા અને વાહન ચાલકોને સભાનતા અને જાગૃતિ લાવવા માટે નેશનલ હાઇવે ઉપર ટ્રાફીક કામગીરી દરમિયાન હેલ્મેટ ન પહેરલ તથા શીટબેલ્ટ ન પહેરલ તથા ડ્રાઈવીંગ લાઇન્સસ તથા આર.ટી.ઓ ને લગત કાગળો સાથે ન રાખેલ તેવા વાહન ચાલકોને દંડાત્મક કાર્યવાહી કરવાના બદલે દંડ નહિ પરંતુ ગુલાબનુ ફુલ આપી નિયમો અનુસાર વાહન ચલાવવા માર્ગદર્શન આપવામાં આવેલ છે. તેમજ હેલ્મેટ તેમજ શીટબેલ્ટ બાંધનાર વાહન ચાલકોને પણ ફુલ આપીને સ્વાગત કરવામાં આવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ