ગીર સોમનાથ, 13 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં શક્તિ યોજના અંતર્ગત સંકલ્પ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન હેઠળ જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કોડિનાર અંબુજા ફાઉન્ડેશન સંચાલિત કૌશલ્ય અને ઉદ્યમિતા વિકાસ સંસ્થા ખાતે મહિલા કેન્દ્રિત વિષયો પર સેમિનાર યોજાયો હતો.
જિલ્લામાં સંકલ્પ ડિસ્ટ્રક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન યોજના અંતર્ગત મહિલા કેન્દ્રિત વિષયો પર દશ દિવસીય જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અંબુજા ફાઉન્ડેશન સંચાલિત કૌશલ્ય અને ઉદ્યમિતા વિકાસ સંસ્થા ખાતે ડીવીએ એક્ટ, દહેજ પ્રતિબંધ એક્ટ તેમજ મહિલા કેન્દ્રિત કાયદાઓ બાબતે સેમિનાર યોજાયો હતો.
આ સેમિનારમાં તાલુકા કાનુની સેવા સમિતિના પ્રકાશભાઇ મકવાણાએ મહિલાઓ અંગેના કાયદાઓ અંગે માહિતી આપી હતી. આ સાથે જ ચિંતન ગોંડલિયા અને મહેશ્વરપુરી ગોસ્વામી દ્વારા રાજ્ય સરકારી મહિલાલક્ષી યોજના, ૧૮૧ મહિલા હેલ્પલાઇન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તકે સંસ્થાના પ્રિન્સીપાલ માવજીભાઇ પરમાર સહિત સમગ્ર કર્મચારીગણ અને મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ હાજર રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ