ગીર સોમનાથ સુપાસીના સરસ્વતી વિદ્યામંદિર ખાતે ઈ-વેસ્ટ મેનેજમેન્ટ વિષયક માહિતીસભર સેમિનારનું આયોજન
ગીર સોમનાથ 13 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના સુપાસી ખાતે આવેલા સરસ્વતી વિદ્યામંદિરમાં ઈ-વેસ્ટ મેનેજમેન્ટ વિષય પર એક માહિતીસભર સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં વિદ્યાર્થીઓને પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હત
ગીર સોમનાથ  સુપાસીના સરસ્વતી


ગીર સોમનાથ 13 સપ્ટેમ્બર (હિ.સ.)

ગીર સોમનાથ જિલ્લાના સુપાસી ખાતે આવેલા સરસ્વતી વિદ્યામંદિરમાં ઈ-વેસ્ટ મેનેજમેન્ટ વિષય પર એક માહિતીસભર સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં વિદ્યાર્થીઓને પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સેમિનારમાં વિદ્યાર્થીઓને ઈ-વેસ્ટ એટલે કે ઇલેક્ટ્રોનિક કચરાના જોખમો, તેના પર્યાવરણ પર થતા પ્રતિકૂળ પ્રભાવ અને તેના યોગ્ય નિવારણ અંગે વિગતવાર સમજ અપાઈ. મોબાઈલ, કમ્પ્યુટર, ટેલિવિઝન, બેટરી જેવા ઉપકરણોમાંથી ઉત્પન્ન થતા કચરાને કેવી રીતે યોગ્ય રીતે રીસાયકલ કરી શકાય તેની પ્રાયોગિક માહિતી પણ આપવામાં આવી.

વિશેષ રૂપે ઈ-વેસ્ટને યોગ્ય રીતે નિકાલ કરવાથી પર્યાવરણ સાથે માનવ આરોગ્યની સુરક્ષા શક્ય બને છે તે વાત પર ભાર મૂકાયો. સાથે જ, વિદ્યાર્થીઓમાં જવાબદાર નાગરિક તરીકે ઈ-વેસ્ટ મેનેજમેન્ટ માટે જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો.

આ માહિતીસભર સેમિનારમાં કુલ ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક મંડળ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande