તાલાળા તાલુકાના રાતીધાર પ્રાથમિક શાળાની બાળાઓના, સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત ખાતા ખોલાવી અપાયા
ગીર સોમનાથ, 13 સપ્ટેમ્બર (હિ.સ.) તાલાળા તાલુકાના રાતીઘાર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી રહેલ બાળાઓ કે જેવો અત્યંત ગરીબ હોવાની સાથોસાથ શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત હોય તેઓ ના કલ્યાણ અર્થે ડો એલ વાઢેર ભાઈ દ્વારા સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત રાતી
તાલાળા તાલુકાના રાતીધાર પ્રાથમિક શાળાની બાળાઓના, સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત ખાતા ખોલાવી અપાયા


ગીર સોમનાથ, 13 સપ્ટેમ્બર (હિ.સ.) તાલાળા તાલુકાના રાતીઘાર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી રહેલ બાળાઓ કે જેવો અત્યંત ગરીબ હોવાની સાથોસાથ શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત હોય તેઓ ના કલ્યાણ અર્થે ડો એલ વાઢેર ભાઈ દ્વારા સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત રાતીધાર ગામની પોસ્ટ ઓફિસમાં બાળાઓ માટે ખાતા ખોલાવી આપ્યા હતા. સાથો સાથ તેમનો પ્રથમ હપ્તો પણ ભરી આપવામાં આવ્યો હતો કે જેથી આગળ અભ્યાસ માટે તેઓને આર્થિક સહાય મળી રહે આમ આ નાની બાળાઓને સહાયરૂપ થઈ એક ઉમદા કાર્યની શુભ શરૂઆત કરતા ગામ લોકોએ પણ તેઓને ખૂબ અભિનંદન અને ધન્યવાદ પાઠવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande