ગીર સોમનાથ ઉના તાલુકાના સોંદરડા ગામે “જળ સંરક્ષણ” સેમિનાર યોજાયો
ગીર સોમનાથ 13 સપ્ટેમ્બર (હિ.સ.) ઉના તાલુકાના સોંદરડા ગામે “જળ સંરક્ષણ” વિષય પર એક માહિતીસભર તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમનો મુખ્ય હેતુ ખેડૂતોમાં જળ સંચય, તેનો સદુપયોગ અને પાણીની બચત અંગે જાગૃતિ લાવવાનો હતો. આ પ્રસંગે ટ્રેનર તરીકે
ઉના તાલુકાના સોંદરડા ગામે


ગીર સોમનાથ 13 સપ્ટેમ્બર (હિ.સ.) ઉના તાલુકાના સોંદરડા ગામે “જળ સંરક્ષણ” વિષય પર એક માહિતીસભર તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમનો મુખ્ય હેતુ ખેડૂતોમાં જળ સંચય, તેનો સદુપયોગ અને પાણીની બચત અંગે જાગૃતિ લાવવાનો હતો.

આ પ્રસંગે ટ્રેનર તરીકે ધવલ વરગીયા ઉપસ્થિત રહ્યા હતા, જેમણે ખેડૂતોને પાણી બચાવવાના વિવિધ ઉપાયો અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને વરસાદી પાણીના સંચય (Rain Water Harvesting), ટપક સિંચાઈ અને ફુવારા પદ્ધતિ દ્વારા સિંચાઈ, ઓછી પાણી વાપરતી ખેતી પદ્ધતિ, તથા ગામ સ્તરે અમૃત સરોવર જેવી યોજનાઓનો ઉપયોગ કરીને ભૂગર્ભજળ સ્તર ઊંચું લાવવાની રીતો અંગે સમજાવ્યું હતું.

તાલીમ દરમિયાન ૨૦૦ થી વધુ ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં. ઉપસ્થિત સર્વેએ જળ સંરક્ષણ માટે શપથ લઈ પોતાની જમીન તથા ગામમાં પાણીના વ્યયને રોકવા માટે કટિબદ્ધ થવાની પ્રતિજ્ઞા લીધી હતી.

આ કાર્યક્રમ દ્વારા ખેડૂતોમાં પાણીની અછત સામે લડવા માટે નવી પ્રેરણા અને દિશા મળી હતી

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande