ગીર સોમનાથ 13 સપ્ટેમ્બર (હિ.સ.) વેરાવળ તાલુકાના સનારીયા ગામમાં દિવંગત ભીખાભાઈ કાળાભાઈ સોલંકીના સ્મરણાર્થે ભગવાનભાઈ સોલંકી અને શિવાનંદ હોસ્પિટલ વીરનગરના ઉપક્રમે વિના મૂલ્ય નેત્ર નિદાન કેમ અને ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેનો સમય સવારે 7:30 કલાકનું રહેશે તેમ જ સ્થળની નવી પ્રાથમિક શાળા સોનારીયા રહેશે.
કેમ્પમાં મોતિયો, જામર, વેલ, નાસુર પરવાળા, આંખની આજણી, કીકી પર ફુલૂ વગેરે નિદાન તેમજ સારવાર અને દવાઓ વિનામૂલ્ય અપાશે ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને ત્યાંથી તે જ દિવસે બસમાં વિરનગર લઈ જવામાં આવશે અને ઓપરેશન કરી અને ચોથા દિવસે પરત સોનારીયા ગામે પહોંચાડવામાં આવશે. કેમ્પમાં વહેલા તે પહેલાના ધોરણે નામ નોંધાવવું શરૂ થઈ ગયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ