સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ખાતે, વેસ્ટ મેનેજમેન્ટ અને સફાઈ અભિયાનનું આયોજન કરાયું
ગીર સોમનાથ 13 સપ્ટેમ્બર (હિ.સ.) સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ખાતે ઈ-વેસ્ટ મેનેજમેન્ટ અને વેસ્ટ મેનેજમેન્ટ વિષય પર સેમિનાર જાગૃતિ અભિયાન સાથે સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ 172 વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો ઉત્સાહ
વેરાવળ ખાતે વેસ્ટ મેનેજમેન્ટ અને સફાઈ અભિયાનનું


ગીર સોમનાથ 13 સપ્ટેમ્બર (હિ.સ.) સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ખાતે ઈ-વેસ્ટ મેનેજમેન્ટ અને વેસ્ટ મેનેજમેન્ટ વિષય પર સેમિનાર જાગૃતિ અભિયાન સાથે સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં કુલ 172 વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. યુનિવર્સિટી કેમ્પસમાં આ અભિયાન અંતર્ગત ઈ-વેસ્ટનો યોગ્ય નિકાલ, કચરાનું કાર્યક્ષમ સંચાલન તથા પર્યાવરણ સંરક્ષણ અંગે સમજ આપવામાં આવી. સાથે જ વિદ્યાર્થીઓએ પ્રાયોગિક રીતે સફાઈ કાર્યમાં ભાગ લઈને સમાજમાં જવાબદારીપૂર્ણ વર્તન અપનાવવાનો સંકલ્પ કર્યો હતો.

આ અભિયાન દ્વારા વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ, વેસ્ટ મેનેજમેન્ટ અંગે સમજણ તથા પર્યાવરણ પ્રત્યેની જવાબદારીની ભાવના વધુ મજબૂત બની છે.

સ્વચ્છતાના આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુછાર, વેરાવળ ‌ગ્રામ્ય મામલતદાર પરસાણીયા સહિત, અધ્યાપકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ જોડાયાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande