જાફરાબાદ પોલીસ દ્વારા SPC વિદ્યાર્થીઓને શાણા વાંકિયાની ઐતિહાસિક ગુફાઓની મુલાકાત
અમરેલી, 13 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લાના જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા કડિયાળી પ્રાથમિક અને માધ્યમિક શાળાના SPC (સ્ટુડન્ટ પોલીસ કેડેટ) બાળકો માટે વિશેષ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું. આ અંતર્ગત વિદ્યાર્થીઓને ઐતિહાસિક અને સાંસ્કૃતિક
જાફરાબાદ પોલીસ દ્વારા SPC વિદ્યાર્થીઓને શાણા વાંકિયાની ઐતિહાસિક ગુફાઓની મુલાકાત


અમરેલી, 13 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લાના જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા કડિયાળી પ્રાથમિક અને માધ્યમિક શાળાના SPC (સ્ટુડન્ટ પોલીસ કેડેટ) બાળકો માટે વિશેષ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું. આ અંતર્ગત વિદ્યાર્થીઓને ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાની ઓળખાણ કરાવવા શાણા વાંકિયાની પ્રખ્યાત ગુફાઓની મુલાકાત કરાવવામાં આવી.

બાળકોને ગુફાઓના ઇતિહાસ, ત્યાંના પ્રાચીન અવશેષો અને સ્થાનિક સંસ્કૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. પ્રવાસ દરમિયાન પોલીસ અધિકારીઓએ વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે મનોરંજન મળે તે માટે અંતાક્ષરી જેવી વિવિધ રમૂજી પ્રવૃત્તિઓનું પણ આયોજન કર્યું.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ઇતિહાસ પ્રત્યે રસ જાગૃત કરવાનો, વારસાની સંભાળ રાખવા પ્રેરણા આપવાનો તથા શિક્ષણ સાથે મનોરંજન જોડવાનો રહ્યો. સાથે જ, SPC કાર્યક્રમ દ્વારા પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે વિશ્વાસ અને સહભાગિતાનું નાતું વધુ મજબૂત બન્યું.

જાફરાબાદ પોલીસની આ પહેલથી બાળકોમાં આનંદ સાથે જ્ઞાનવર્ધક અનુભવ થયો અને શૈક્ષણિક પ્રવાસને યાદગાર બનાવી દીધો. આવી પ્રવૃત્તિઓ ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રેરણાદાયી સાબિત થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande