સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત અમરેલી ખાતે યોજાઇ બેઠક
અમરેલી, 13 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લા સેવા સદન ખાતે આજે ખેલ મહાકુંભ - ૨૦૨૫ તથા સાંસદ ખેલ મહોત્સવના સફળ આયોજન અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા સાંસદ ભરતભાઈ સુતરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે બેઠકની અધ્યક્ષતા જિલ્લા કલેક્ટર વિક
સાંસદ ખેલ મોહત્સવ અંતર્ગત બેઠક


અમરેલી, 13 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લા સેવા સદન ખાતે આજે ખેલ મહાકુંભ - ૨૦૨૫ તથા સાંસદ ખેલ મહોત્સવના સફળ આયોજન અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા સાંસદ ભરતભાઈ સુતરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે બેઠકની અધ્યક્ષતા જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે કરી હતી.

બેઠક દરમિયાન જિલ્લાના દરેક તાલુકા અને શાળાના વિદ્યાર્થીઓને આ સ્પર્ધાઓમાં વધુમાં વધુ ભાગ લેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા. કલેક્ટરશ્રીએ જણાવ્યું કે રમતગમત માત્ર મનોરંજન માટે જ નહીં પરંતુ શારીરિક તંદુરસ્તી, ટીમ સ્પિરિટ અને શિસ્તના વિકાસ માટે પણ અગત્યની છે. સાંસદ ભરતભાઈ સુતરીયાએ ઉમેર્યું કે અમરેલી જિલ્લાના પ્રતિભાશાળી ખેલાડીઓને રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે તક મળે તે માટે આ સ્પર્ધાઓ એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. આ આયોજનમાં જિલ્લા કક્ષાના અધિકારીઓ, શિક્ષણ વિભાગના પ્રતિનિધિઓ તથા રમતગમત સંકળાયેલા આગેવાનો હાજર રહ્યા હતા. સૌએ સંકલ્પ કર્યો કે જિલ્લાની દરેક શાળામાંથી મહત્તમ વિદ્યાર્થીઓને આ સ્પર્ધાઓમાં જોડાવા પ્રેરણા આપવામાં આવશે.

આ રીતે અમરેલી જિલ્લામાં ખેલ મહાકુંભ - ૨૦૨૫ અને સાંસદ ખેલ મહોત્સવનો ઉત્સાહભેર પ્રારંભ થવા જઈ રહ્યો છે, જે યુવાનોની રમત પ્રતિભાને ઉજાગર કરશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande