મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકની 109મી વાર્ષિક સાધારણ સભા સફળતાપૂર્વક સંપન્ન
મહેસાણા, 13 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકની 109મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન ઉત્સાહભેર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સભાસદો, બેંકકર્મીઓ તથા અધિકારીઓ હાજર રહ્યા હતા. સભામાં ખેડૂત કલ્યાણને ધ્યાનમાં રાખીને બેંકિંગ સવલતો વધ
મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકની 109મી વાર્ષિક સાધારણ સભા સફળતાપૂર્વક સંપન્ન


મહેસાણા, 13 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકની 109મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન ઉત્સાહભેર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સભાસદો, બેંકકર્મીઓ તથા અધિકારીઓ હાજર રહ્યા હતા. સભામાં ખેડૂત કલ્યાણને ધ્યાનમાં રાખીને બેંકિંગ સવલતો વધુ સક્ષમ બનાવવા પર ખાસ ભાર મૂકાયો હતો.

સભામાં બેંકના પ્રતિનિધિઓએ વિવિધ યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી. ખાસ કરીને કૃષિ લોન, પાક વીમા, ડિજિટલ બેંકિંગ સેવાઓ અને સહકારી માળખાના મજબૂતિકરણ પર ચર્ચા કરવામાં આવી. ખેડૂતોએ સમયસર લોનની ઉપલબ્ધતા અને ન્યૂન વ્યાજદર જેવી સુવિધાઓથી કેવી રીતે લાભ મેળવી શકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

સભામાં સહકારિતા ક્ષેત્રના અભૂતપૂર્વ વિકાસની પણ ચર્ચા કરવામાં આવી હતી. પ્રતિનિધિઓએ જણાવ્યું કે સહકારી બેંકો ગામડાંના વિકાસ માટે આધારસ્તંભ સમાન છે અને આ સંસ્થાઓએ ખેડૂતોથી લઈને સામાન્ય નાગરિકોના આર્થિક જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવ્યું છે.

આ અવસર પર અધિકારીઓએ ખેડૂત કલ્યાણને કેન્દ્રમાં રાખીને નવી પહેલો કરવાનું વિશ્વાસ આપ્યો હતો. સભા અંતે સૌએ સહકાર અને એકતાથી મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande