મહેસાણા, 13 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણા ખાતે લાગણી ફાઉન્ડેશનના આયોજકત્વ હેઠળ અને સુપ્રસિદ્ધ કલાકાર સાંઈરામ દવેના સંકલન સાથે “નમોત્સવ” મલ્ટીમીડિયા શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ અનોખા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જીવનયાત્રાને સર્જનાત્મક રીતે રજૂ કરવામાં આવી હતી.
મલ્ટીમીડિયા શો દ્વારા મોદી સાહેબના બાળપણથી લઈને રાષ્ટ્રીય નેતા બનવાની સફર, તેમના સંઘર્ષો, સાદગી, અડગ સંકલ્પ અને સેવાભાવને જીવંત દ્રશ્યોમાં રજૂ કરવામાં આવ્યા. શ્રોતાઓએ દેશભક્તિ અને પ્રેરણાથી ભરપૂર આ કાર્યક્રમનો આનંદ માણ્યો.
કાર્યક્રમ દરમિયાન સ્થાનિક નાગરિકો, વિદ્યાર્થીઓ અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. “નમોત્સવ” માત્ર એક મલ્ટીમીડિયા શો નહીં પરંતુ નવું ભારત ગઢવા માટેની પ્રેરણા આપતો સાંસ્કૃતિક ઉપક્રમ સાબિત થયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR