વીજપડી ગામમાં આધુનિક સુવિધાઓ સાથે વિકાસની નવી દિશા
અમરેલી, 13 સપ્ટેમ્બર (હિ.સ.): સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામમાં વિકાસ કાર્યોને ગતિ આપવા માટે સરકાર દ્વારા ₹૪.૭૦ કરોડની માતબર રકમ મંજૂર કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત દોલતી-ભમ્મર-વીજપડી રોડ પર માઇનોર બ્રિજ, એપ્રોચ રોડ તથા પ્રોટેક્શન વોલનું નિર્મા
વીજપડી ગામમાં આધુનિક સુવિધાઓ સાથે વિકાસની નવી દિશા


અમરેલી, 13 સપ્ટેમ્બર (હિ.સ.): સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામમાં વિકાસ કાર્યોને ગતિ આપવા માટે સરકાર દ્વારા ₹૪.૭૦ કરોડની માતબર રકમ મંજૂર કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત દોલતી-ભમ્મર-વીજપડી રોડ પર માઇનોર બ્રિજ, એપ્રોચ રોડ તથા પ્રોટેક્શન વોલનું નિર્માણ હાથ ધરવામાં આવશે. આ વિકાસના કામોથી સ્થાનિક લોકોની દૈનિક સુવિધાઓમાં વધારો થવાનો છે.

ગામ અને આસપાસના વિસ્તારોમાં આવતી-જતી વાહનવ્યવહારની સમસ્યાઓ દૂર થશે અને વરસાદી ઋતુમાં ખાસ કરીને વાહનચાલકો તથા પાદચારીઓ માટે સુરક્ષિત મુસાફરી શક્ય બનશે. નદી તથા પાણીના પ્રવાહને કારણે દર વર્ષે જે મુશ્કેલીઓ ઉભી થતી હતી, તે આ નવી સુવિધાઓથી દૂર થશે.

આ પ્રોજેક્ટ પૂર્ણ થતા ગામની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. સાથે જ વેપાર-વ્યવસાયને પ્રોત્સાહન મળશે અને કૃષિ ઉત્પાદનને બજારો સુધી સરળતાથી પહોંચાડવામાં મદદ મળશે. સ્થાનિક ગ્રામજનો આ વિકાસ કાર્યોને લઈને ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.

આગામી સમયમાં આ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટો ગામના સર્વાંગી વિકાસ માટે પાયાનો પથ્થર સાબિત થશે, એવું ગ્રામજનો માની રહ્યા છે. વીજપડી ગામમાં હાથ ધરાયેલા આ કાર્યોથી આધુનિક સુવિધાઓ સાથે વિકાસની નવી દિશા ખુલશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande