સુરત, 13 સપ્ટેમ્બર (હિ.સ.)-સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલ અને રિંગરોડ આઈટીસી બિલ્ડિંગમાં ઓફિસ ધરાવતા સાનીકા ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી એન્ડ સાનીકા પોલીટેક્ષ પ્રા.લી નામની કંપનીમાંથી મહારાષ્ટ્રના ભીંવડીમાં આવેલ શુભ મંગલ કોટન મિલ્સના ભાગીદારોએ યાર્નનો માલ ખરીદ્યા બાદ 51 લાખનો ચુનો ચોપડ્યો હતો.
અઠવાલાઈન્સ પોલીસના જણાવ્યા મુજબ ગોડાદરા, મહારાણા પ્રતાપ ચોક, રૂગંટા ગ્રીન હોમ ખાતે રહેતા રાજેશ જમનલાલ ટેલર (ઉ.વ.47) રિંગ રોડ, મજુરાગેટ, ઈન્ટર નેશનલ ટ્રેડ સેન્ટર બિલ્ડિંગમાં આવેલ સાનીકા ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી ઍન્ડ સાનીકા પોલીટેક્ષ પ્રા.લી નામની યાન અને કાપડની ઓફિસમાં જનરલ મેનેજર તરીકે નોકરી કરે છે. અને કંપનીનું મેન્યુફેકચરીગ યુનીટ માંડવી તાલુકાના તડકેશ્વર ગામ ખાતે આવેલ છે. રાજેશભાઈની કંપનીમાંથી સત્તાર મેમણ કમ્પાઉન્ડ, ગણેશ મંદિર ભીંવડી મહારાષ્ટ્ર ખાતે આવેલ શુભ મંગલ કોટન મિલ્સના ભાગીદાર પિયુષ પુનારામ ઉર્ફે પુરનમલ પટેલ, પુનારામ ઉર્ફે પુરનમલ રૂપારામજી પટેલ અને દલારામ લાડુરામ પટેલ અને ધમનકર નાકા ભીંવડી, મહારાષ્ટ્રમાં આવેલ રાજુ ઈન્ડસ્ટ્રીજના ગોવિંદકુમાર મુંદ્રાએ 14 સપ્ટેમ્બર 2024થી અત્યાર સુધીમાં ટુકડે ટુકડે કરી 2,84,85,790નો યાર્નનો માલ ખરીદ્યો હતો. જેમાંથી 2,33,75,050 ચુકવ્યા હતા. જયારે બાકીના લેવાન નીકળતા 51,10,740ની અવાર નવાર ઉઘરાણી કરવા છતાંયે નહી આપી છેતરપિંડી કરી હતી. અઠવાલાઈન્સ પોલીસે રાજેશ ટેલરની ફરિયાદ લઈ પટેલ પિતા-પુત્ર સહિત ચારેય વેપારીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે