સુરત, 13 સપ્ટેમ્બર (હિ.સ.)- પાસોદરા પાટીયા નવાગામ ખાતે રહેતા વેપારી પાસેથી મોટા વરાછામાં આવેલ દ્વારકેશ સોસાયટીના મકાન પેટે રૂપિયા 75 લાખ પડાવી બોગસ સાટાખત બનાવી આપનાર બે વકીલ સહિત ચાર સામે પોલીસમાં ફરિયાદ નોધાઈ છે.
ઉત્રાણ પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ નવકાર રેસીડેન્સી, સુરભી સોસાયટીની બાજુમાં, નવાગામ, પાસોદરા પાટીયા ખાતે રહેતા 33 વર્ષીય અમીત દિનેશભાઈ મંગાણી સીમાડા નાકા પાસે વેસ્ટર્ન પ્લાઝા કોમ્પ્લેક્ષમાં ભાગીદારીમાં થીમ ઈલેઝન નામથી આઈ.ટી કંપની ચલાવે છે. તેમજ જમીન મકાન વે-લેચનું કામકાજ પણ કરે છે.
અમીતભાઈએ ગતરોજ પ્રશાંતકુમાર ધરમશી પટેલ (ઉ.વ.43.ધંધો વકીલાત, રહે, રાઘેશ્યામ કો.ઓ. સોસાયટી સિંગણપોર), સુરેશ લાલજી ભાલીયા (દલાલ) (રહે,સાજન બંગ્લોઝ, મોટા વરાછા), શીતલબેન અરવિંદ વાઈવાલા (રહે,ચિત્રકુટ એપાર્ટમેન્ટ, તાડવાડી, રાંદેર) અને રઘુ દેવજી વળવી (ધંધો, નોટરી વકીલ, રહે, નંદનવન ટાઉનશીપ નવાગામ ડિંડોલી) સામે ફરિયાદ નોઁધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે પ્રશાંત અને સુરેશ સાથે મળી મોટા વરાછામાં દ્રારકેશ સોસાયટીમાં આવેલ મકાન પેટે 75 લાખ લીધા હતા. અને વિણાબેન પ્રશાંત પટેલની સાટાખટમાં બોગસ સહીઓ કરી હતી. જયારે શીતલબેન અને રધુ વળવી પાસે વિણાબેન હાજર ન હોવા છતાંયે વિણાબેન પટેલ તરફે સાટાખતમાં વન સાઈડ ખોટી નોટરી કરાવી તેમજ બેન્ક સ્ટેટમેન્ટ, એન.ઓ.સી ઝીરો ઝીરોનું બેન્ક સ્ટેટમેન્ટ બોગસ ઉભા કરી તેમની પાસેતી પૈસા પડાવી છેતરપિંડી કરી હતી. ઉત્રાણ પોલીસે અમીતભાઈની ફરિયાદ લઈ ચારેય સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે