સાવરકુંડલા ટાઉન પોલીસની કામગીરી: મોબાઇલ ચોરીનો ગુનો ડીટેક્ટ
અમરેલી,13 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લાના સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા મોબાઇલ ફોન ચોરીના ગુનામાં ઝડપી અને અસરકારક કામગીરી કરવામાં આવી છે. E-FIR મારફતે નોંધાયેલા આ ગુનામાં પોલીસે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસ
સાવરકુંડલા ટાઉન પોલીસની કામગીરી : મોબાઇલ ચોરીનો ગુનો ડીટેક્ટ


અમરેલી,13 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લાના સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા મોબાઇલ ફોન ચોરીના ગુનામાં ઝડપી અને અસરકારક કામગીરી કરવામાં આવી છે. E-FIR મારફતે નોંધાયેલા આ ગુનામાં પોલીસે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે.

પોલીસે CEIR (Central Equipment Identity Register) પોર્ટલની મદદથી ગુમ થયેલ મોબાઇલ ફોન ટ્રેસ કરી એક આરોપીને ઝડપી પાડ્યો. આરોપી પાસેથી ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી અગાઉ અનડીટેક્ટ રહેલો ગુનો સફળતાપૂર્વક ઉકેલાયો છે.

સાવરકુંડલા ટાઉન પોલીસની આ કામગીરીએ સાબિત કર્યું છે કે ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ થાય તો ગુનાઓની ઝડપથી તપાસ કરી શકાય છે અને લોકોને તેમના ગુમ થયેલા મોંઘા ઉપકરણો પરત અપાવી શકાય છે. પોલીસ તંત્ર દ્વારા જણાવાયું કે આવી પ્રગતિશીલ પદ્ધતિઓને કારણે ભવિષ્યમાં મોબાઇલ ચોરીના ગુનાઓ પર વધુ નિયંત્રણ મેળવવામાં મદદ મળશે.

આ સફળતાપૂર્વકની કાર્યવાહીથી સાવરકુંડલા પોલીસની કાર્યક્ષમતા તેમજ જનસુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા ફરી એકવાર સાબિત થઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande