પાટણ, 13 સપ્ટેમ્બર (હિ.સ.): સરકારી ઈજનેરી કોલેજ, કતપુર – પાટણ ખાતે 12 સપ્ટેમ્બર, 2025ના રોજ મીકેનિકલ ઈજનેરી વિભાગ દ્વારા સ્ટીલ ટેક્નોલોજી વિષય પર એક મહત્વપૂર્ણ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાનમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી.
વ્યાખ્યાનના મુખ્ય વક્તા તરીકે સરકારી ઈજનેરી કોલેજ, ગાંધીનગરના મેટલર્જી વિભાગના વડા ડો. ઇન્દ્રવન બી. દવે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સ્ટીલના વિવિધ પ્રકારો અને તેમાં થતા ફેરફારોની અસરો વિશે વિધાર્થીઓને વિસ્તૃત માહિતી આપી હતી. સાથે જ, તેમણે આ જ્ઞાનનો ભવિષ્યમાં ઉદ્યોગ તથા સંશોધન ક્ષેત્રે કેવી રીતે ઉપયોગ કરી શકાય તે અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમના અંતે મીકેનિકલ વિભાગના વડા ડો. આનંદ ધ્રુવ, આચાર્ય ડો. ભરતભાઈ શાહ અને ડો. હિતેશ પંચાલે વક્તાનું આભાર માનતા આવિષ્કૃત ભાવ વ્યક્ત કર્યો હતો. તેઓએ ભવિષ્યમાં પણ આવા શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન કરતી રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ