મહેસાણા,13 સપ્ટેમ્બર (હિ.સ.): ગુજરાત સરકાર દ્વારા “રાષ્ટ્રીય પોષણ માસ” ની ઉજવણી અંતર્ગત મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનોખી પહેલ કરવામાં આવી. જિલ્લા કલેકટર અને વિવિધ વિભાગોના અધિકારીઓ દ્વારા બાળકોને પોષક તત્વોથી ભરપૂર “તિથિ ભોજન” આપી શાળા સ્તરે આ કાર્યક્રમને ઉજવણીના રૂપમાં મનાવવામાં આવ્યું.
જિલ્લા કક્ષાએ યોજાયેલ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પોષણ અંગેની જાગૃતિ ફેલાવવાની વિશેષ પ્રયાસો કરવામાં આવ્યા. બાળકોને માત્ર પોષક આહાર આપવાનો જ નહીં, પણ તેમને યોગ્ય ખોરાક, સ્વચ્છતા અને સ્વસ્થ જીવનશૈલી અંગે સમજાવવાનું પણ મુખ્ય લક્ષ્યાંક હતું. આ કાર્યક્રમમાં સ્કૂલ શિક્ષકો, આરોગ્ય કર્મચારીઓ અને જિલ્લા પંચાયતના અધિકારીઓ સહિત સમગ્ર તંત્રએ સહભાગીતા દર્શાવી.
જિલ્લા કલેકટરની આગેવાનીમાં યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને સ્વસ્થ પોષણ માટેની મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી. તિથિ ભોજનના આયોજન દ્વારા બાળકોમાં પોષણના મહત્વ અંગે સમજણ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેનાથી તેઓ ન માત્ર શારીરિક રીતે તંદુરસ્ત રહેશે, પરંતુ મગજની વિકાસ પ્રક્રિયા પણ ઉત્તમ રીતે આગળ વધશે.
આ પહેલથી મહેસાણા જિલ્લામાં રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણીને સફળ અને અર્થપૂર્ણ બનાવવામાં આવી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR