મહેસાણા, 13 સપ્ટેમ્બર (હિ.સ.): ઉત્તર ગુજરાતના પ્રાદેશિક ઉદ્યોગો અને સ્થાનિક ઉત્પાદકો માટે સોનેરી તક ઉભી થઈ છે. આવનારા 9 ઓક્ટોબર 2025થી મહેસાણાની ગણપત યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશનનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે.
આ એક્ઝિબિશનમાં ઉત્તર ગુજરાતના વિવિધ ઉદ્યોગો, કૃષિ આધારિત ઉત્પાદનો, હસ્તકલા તથા સ્ટાર્ટઅપ્સને પોતાનો ઉત્પાદનો પ્રદર્શિત કરવાની તક મળશે. આ સાથે જ તેમને દેશ-વિદેશના રોકાણકારો, વેપારીઓ અને ઉદ્યોગજગતના આગેવાનો સાથે સીધી મુલાકાત કરવાનો અવસર મળશે.
એક્ઝિબિશનનો હેતુ માત્ર વેપાર પ્રોત્સાહન જ નહીં, પરંતુ સ્થાનિક સ્તરે તૈયાર થતી ગુણવત્તાસભર પ્રોડક્ટ્સને વૈશ્વિક બજારમાં ઓળખ અપાવવાનો છે. આ અવસર ઉત્તર ગુજરાતના ઉદ્યોગોને નવી દિશા આપશે અને પ્રદેશના આર્થિક વિકાસને વેગ આપશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR