ભાગીને પ્રેમ લગ્ન કરનાર યુવતીને પરિવારજનો સિંગણપોરમાંથી કારમાં અપહરણ કરી પલાયન
સુરત, 13 સપ્ટેમ્બર (હિ.સ.)-સુરત શહેરમાં સિંગણપોર વિસ્તારમાં રહેતા યુવકને પોતાના ગામમાં રહેતી યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. જેથી આખરે તે યુવતીએ ભાવનગરમાં જ વિધિવત યુવક સાથે લગ્ન કરી લીધા હતા. જોકે બાદમાં યુવક યુવતીને સુરતમાં તેની સાથે લઈ આવ્યો હતો અને
Gujarat police


સુરત, 13 સપ્ટેમ્બર (હિ.સ.)-સુરત શહેરમાં સિંગણપોર વિસ્તારમાં રહેતા યુવકને પોતાના ગામમાં રહેતી યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. જેથી આખરે તે યુવતીએ ભાવનગરમાં જ વિધિવત યુવક સાથે લગ્ન કરી લીધા હતા. જોકે બાદમાં યુવક યુવતીને સુરતમાં તેની સાથે લઈ આવ્યો હતો અને પોતાના માતા પિતા સાથે ઘરમાં સાથે રાખી હતી. જોકે યુવતીના માતા-પિતા અને પરિવારજનોને આ લગ્ન મંજૂર ન હતા. જેથી તેઓએ ગતરોજ સવારના સમયે ઘરે આવી યુવતીનું ઘરમાંથી કારમાં અપહરણ કરી લઈ ગયા હતા. જેથી આખરે ભોગ બનનાર યુવતીના પતિએ સિંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ મહિલા સહિત કુલ સાત વ્યક્તિઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે મૂળ ભાવનગર જિલ્લાના વતની અને હાલમાં સુરતના સિંગણપુર વિસ્તારમાં રહેતા યુવકને ભાવનગર જિલ્લામાં પોતાના ગામમાં જ રહેતી એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. જેથી તેણે પોતાના માતા પિતાની મરજી સાથે યુવતી સાથે ભાવનગરમાં પ્રેમ લગ્ન કરી લીધા હતા અને ત્યારબાદ યુવતીને લઈને સુરતમાં માતા-પિતાના ઘરે રહેવા માટે આવી ગયો હતો. જોકે યુવતીના માતા-પિતા પહેલાથી જ રાજી ન હોવાથી તેઓએ નારાજગી જતાવી હતી. જેના 15 દિવસથી યુવતી સુરતના સીંગણપુર વિસ્તારમાં પતિ સાથે વસવાટ કરતી હોવાનું તેના પરિવારજનોને માલુમ પડ્યું હતું. જેથી તેઓ એક કાર લઈને ભાવનગર થી સુરત આવ્યા હતા અને તારીખ 12/9/2025 ના રોજ સવારે 10 થી 11:00 વાગ્યાના સમયગાળાની અંદર યુવતીના ઘરે જઈ તેને જબરજસ્તીથી કારમાં બેસાડી તેનો અપહરણ કરીને ફરાર થઈ ગયા હતા. જેથી આખરે બનાવની જાણ થતા જ યુવતીના પતિએ સિંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે હિમ્મતભાઇ રાધવભાઇ અગોલા (રહે-ગામ-બોડીપિપરડી તા.-બોટાદ જી.બોટાદ), શોભાબેન હિમ્મ્તભાઇ રાધવભાઇ અગોલા(રહે-એંજન), રગનાથભાઇ અમરશીભાઇ અગોલા (રહે-એંજન), ધર્મેશભાઇ ચમનભાઇ કેરાળીયા (રહે-ઘર નં.-બી/402,રિવાન્ટા વર્ણી એપાર્ટમેન્ટ ડી.બી.સ્પોર્ટ સર્કલ પાસે વરિયાવ સુરત), રેખાબેન ધર્મેશભાઇ ચમનભાઇ કેરાળીયા (રહે- ઘર નં.-બી/402,રિવાન્ટા વર્ણીએપાર્ટમેન્ટ ડી.બી.સ્પોર્ટ સર્કલ પાસે વરિયાવ), વિશાલ ઉર્ફે વિશુ જગદીશભાઇ અગોલા (રહે-મોરબી) અને અન્ય એક અજાણ્યી મહિલા સહીત તમામ સામે અપહરણ અને રાયોટીંગ નો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande