પોરબંદર જિલ્લા કક્ષાના કલા મહાકુંભ સ્પર્ધામાં આદિતપરા સરકારી પ્રાથમિક શાળા વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં મેળવી સફળતા.
પોરબંદર, 14 સપ્ટેમ્બર (હિ.સ.)જિલ્લા કક્ષાના કલામહાકુંભ સ્પર્ધામાં આદિતપરા શાળાના શિક્ષિકા તથા વિધાર્થીઓએ મેદાન માર્યું, પ્રથમ ક્રમાંક મેળવી પ્રદેશકક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. પોરબંદર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દ્વારા જિલ્લા
પોરબંદર જિલ્લા કક્ષાના કલા મહાકુંભ સ્પર્ધામાં  આદિતપરા સરકારી પ્રાથમિક શાળા વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં મેળવી સફળતા.


પોરબંદર જિલ્લા કક્ષાના કલા મહાકુંભ સ્પર્ધામાં  આદિતપરા સરકારી પ્રાથમિક શાળા વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં મેળવી સફળતા.


પોરબંદર, 14 સપ્ટેમ્બર (હિ.સ.)જિલ્લા કક્ષાના કલામહાકુંભ સ્પર્ધામાં આદિતપરા શાળાના શિક્ષિકા તથા વિધાર્થીઓએ મેદાન માર્યું, પ્રથમ ક્રમાંક મેળવી પ્રદેશકક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

પોરબંદર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દ્વારા જિલ્લા કક્ષાએ કલામહાકુંભ સ્પર્ધાનું આયોજન તા. 6 અને 7 સપ્ટેમ્બર 2025 બે દિવસ ગોઢાણીયા એન્જીન્યરીંગ કોલેજ ખાતે કરવામા આવ્યુ હતું.

જેમાં પોરબંદર જિલ્લાની રાણાવાવ તાલુકાની આદિતપરા સરકારી પ્રાથમિક શાળામાંથી જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં 10 બાળકો તથા તેમના શિક્ષિકા સહભાગી થયા હતા. જેમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ તેમણે જ્વલંત સફળતા મેળવી. જેમાં ગઝલ શાયરી લેખન સ્પર્ધામાં બાળકોના માર્ગદર્શક શિક્ષક ડો. પ્રજ્ઞાબેન જોષીએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો. તેમજ ધોરણ 7ની વિદ્યાર્થિની પીપરોતર દેવાંશી મુકેશભાઈનો સર્જનાત્મક કારીગરીમાં પ્રથમ નંબર પ્રાપ્ત થયો. હવે પછી ઝોન કક્ષાની સ્પર્ધામાં બન્ને સહભાગી થશે.સર્જનાત્મક અભિવ્યકિત સ્પર્ધામાં દ્વિતીય ક્રમ ધોરણ 7ની વિધાર્થીની પીપરોતર આયુષી કાનજીભાઇએ મેળવ્યો તેમજ દોહા , છંદ, ચોપાઈ ગાયન સ્પર્ધામાં ધોરણ 7ના વિદ્યાર્થી કારેણા ધ્રુવીલ ગોવિંદભાઈએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો તેમજ દોહા છંદ ચોપાઈ ગાયનમાં તૃતીય ક્રમ ધોરણ 7ની વિધાર્થીની ગોરફાડ દિવ્યા મુકેશભાઈએ પ્રાપ્ત કર્યો.

શાળાના 6 થી 8 ના વિધાર્થીઓમાંથી કારેણા પ્રીત અશોકભાઈ, દોહા છંદ ચોપાઈમાં તથા લોકવાર્તામાં ચાવડા ધનશ્રી, મોઢવાડીયા હેતલ, અપારનાથી ધૃતિએ સુંદર લોકવાર્તા રજૂ કરી હતી તેમજ કારેણા પૂર્વી એકપાત્રીય અભિનયમાં તેમજ કારેણા ક્રિષ્ના તથા કારેણા પૂનમએ સર્જનાત્મકતામાં ખૂબ સારુ પ્રદર્શન કર્યુ હતું. આમ આદિતપરા પ્રાથમિક શાળાઓના બાળકોએ ખુબજ સારું પ્રદર્શન કર્યુ હતું.

આ તમામ સ્પર્ધાના માર્ગદર્શક શિક્ષિકા ડો. પ્રજ્ઞાબેન જોષી તથા તમામ બાળકોનો શાળાના આચાર્ય મનીષભાઈ બરેજા તથા શાળાનાં તમામ સ્ટાફે ખૂબ ખૂબ અભિનંદન તથા શુભેચ્છા પાઠવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande