પાટણ, 14 સપ્ટેમ્બર (હિ.સ.)વારાહી પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે જાણવા મળ્યું હતું કે એક શખ્સ બે મહિના પહેલા કોરડા ગામમાં થયેલી ઘરફોડ ચોરીના મુદ્દામાલનું વેચાણ કરવા વારાહી આવવાનો છે. આ માહિતીના આધારે પોલીસએ માનપુરા ફાટક નજીક વોચ ગોઠવી અને શખ્સને પકડી પાડ્યો હતો. તેની અંગઝડતીમાં સોનાનું મંગળસૂત્ર, સોનાની વીંટી અને રૂ. 15,000 રોકડા મળ્યા હતા.
આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેણે બીજાં એક શખ્સને મુદ્દામાલ વેચી દીધાની કબૂલાત આપી હતી. ત્યારબાદ પોલીસે બંને આરોપીઓને પકડી પાડ્યા હતા. જેમાં કોરડા ગામના હિતેશભાઈ નાનજીભાઈ નારણભાઈ ચૌધરી અને સાંતલપુરના વિનોદભાઈ અમીરામભાઈ વૈકુંઠલાલ સોનીનો સમાવેશ થાય છે.
બીજા આરોપીની દુકાનમાંથી વધુ ચોરીનો મુદ્દામાલ તરીકે ચાંદીના ત્રણ સિક્કા અને સોનાની લગડી પણ મળી આવી હતી. આ ગુનો ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 331(3), 331(4) અને 305(એ) હેઠળ નોંધાઈ કેસમાં આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ