પાટણ, 14 સપ્ટેમ્બર (હિ.સ.): સિદ્ધપુર તાલુકાના તુરીવાસ ગામના એક નિવાસી દ્વારા HDB ફાઇનાન્સ પાટણ શાખામાંથી લોન લેવાઈ હતી. લોનના હપ્તા સમયસર નહીં ચૂકવવાના કારણે, કંપનીના એક કર્મચારી વારંવાર ફરિયાદીને ફોન કરીને જાતિવિષયક અપમાનજનક ભાષામાં બોલતા હતા.
આ જ કર્મચારી 31 જુલાઈના રોજ ફરિયાદીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ફરિયાદીની સગીર પુત્રી સાથે અશોભનીય વર્તન કર્યું હતું અને છાતીના ભાગે અડપલાં કર્યા હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.
ફરિયાદના આધારે સિદ્ધપુર પોલીસે IPC કલમ 296(B), 75(2), પોક્સો અધિનિયમની કલમ 7 અને 8 તેમજ એટ્રોસિટી અધિનિયમની કલમ 3(1)(R), 3(1)(S), 3(1)(W)(i), 3(2)(5)(A) હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ