ભરૂચ દુધધારા ડેરીની ચૂંટણીમાં વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાની પેનલના 9 ઉમેદવારો સસ્પેન્ડ
પ્રદેશ ભાજપ સીઆર પાટીલના મેન્ડેટ વિરુદ્ધ જઈ ધારાસભ્યે ઉતારી હતી પેનલ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ મેન્ડેટનું ઉલ્લંઘન કરનારને પક્ષમાંથી આપ્યું પાણીચું ભરૂચ દુધધારા ડેરીના વાગરાના એમએલએની પેનલના નર્મદા જિલ્લાના વધુ 3 ઉમેદવાર બરતરફ ભરૂચ 14 સ
ભરૂચ દુધધારા ડેરીની ચૂંટણીમાં વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાની પેનલના 9 ઉમેદવારો સસ્પેન્ડ


ભરૂચ દુધધારા ડેરીની ચૂંટણીમાં વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાની પેનલના 9 ઉમેદવારો સસ્પેન્ડ


ભરૂચ દુધધારા ડેરીની ચૂંટણીમાં વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાની પેનલના 9 ઉમેદવારો સસ્પેન્ડ


ભરૂચ દુધધારા ડેરીની ચૂંટણીમાં વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાની પેનલના 9 ઉમેદવારો સસ્પેન્ડ


પ્રદેશ ભાજપ સીઆર પાટીલના મેન્ડેટ વિરુદ્ધ જઈ ધારાસભ્યે ઉતારી હતી પેનલ

ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ મેન્ડેટનું ઉલ્લંઘન કરનારને પક્ષમાંથી આપ્યું પાણીચું

ભરૂચ દુધધારા ડેરીના વાગરાના એમએલએની પેનલના નર્મદા જિલ્લાના વધુ 3 ઉમેદવાર બરતરફ

ભરૂચ 14 સપ્ટેમ્બર (હિ.સ.): ભરૂચ દુધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપ મેન્ડેટ સામે બળવો કરનાર વાગરા એમએલએની પેનલના ભરૂચ જિલ્લાના 6 ઉમેદવારો સામે ભારતીય જનતા પાર્ટીના મોવડીઓએ લાલ આંખ કરી છે.જ્યારે નર્મદા જિલ્લાના 3 ઉમેદવારોને નર્મદા જિલ્લા પ્રમુખે સસ્પેન્ડ કર્યા છે.

ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ વિરુદ્ધ જઈ બળવો કરનાર વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણાની પેનલના ઉમેદવારો પર પક્ષે મેન્ડેટના અનાદરનો કોરડો વિંઝયો છે. ભાજપના મેન્ડેટ વિરૂદ્ધ ઉમેદવારી કરનાર 6 સભ્યોને પક્ષમાંથી બરતરફ કરવામાં આવ્યા છે.નર્મદા જિલ્લામાંથી પણ 3 ને પક્ષમાંથી બરતરફ કર્યા છે.

​ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણી પહેલા જ જિલ્લા ભાજપમાં મોટો ભડકો થયો છે. વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાની સહકાર વિકાસ પેનલના 6 ઉમેદવારોને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના મેન્ડેટ વિરૂદ્ધ ઉમેદવારી નોંધાવવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે.

​સસ્પેન્ડ થયેલા ઉમેદવારોમાં સાયખાના હેમતસિંહ રાજ, જંબુસરના જગદીશ પટેલ, કાવીઠાના જીગ્નેશ પટેલ, જંબુસરના નટવરસિંહ પરમાર, હાંસોટના શાંતાબેન પટેલ અને હાંસોટના વિનોદ પટેલનો સમાવેશ થાય છે.જ્યારે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવે સોમા વસાવા, દિનેશ બારીયા અને સુનિલ પટેલને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે .અરૂણસિંહ રણાની પેનલના ભાજપના મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી કરનાર કુલ 9 ઉમેદવારોને ભાજપાએ પક્ષમાંથી પાણીચું પકડાવ્યું.

ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ આ સભ્યોને તાત્કાલિક અસરથી પક્ષમાંથી તથા પ્રાથમિક સભ્ય પદેથી બરતરફ કર્યા છે.દૂધધારા ડેરીની મલાઈદાર ચૂંટણી માટે અરૂણસિંહ રણાની પેનલના 3 ઉમેદવારો અને ઘનશ્યામ પટેલની પેનલના 12 ઉમેદવારોને પ્રદેશ ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું હતું. તેમ છતાં, વાગરા એમએલએએ મેન્ડેટ વિરૂદ્ધ જઈ પોતાની પેનલ ઉતારી હતી. ચૂંટણી લડનાર સભ્યો પર કડક કાર્યવાહી કરવામાં આવી છે. ભરૂચ દૂધધારા ડેરી માટે આગામી 19મી સપ્ટેમ્બરે 4 જુદા જુદા સ્થળોએ મતદાન યોજાશે. મતદાન બાદ 20 મીએ થનાર મતગણતરીમાં દુધધારાનું સુકાન કોના હાથમાં આવે છે તે જોવું રસપ્રદ બનશે.

હાલ તો, સસ્પેન્ડ થનાર ઉમેદવારોમાં અરુણસિંહ રણાની પેનલના ચેરમેન પદના ઉમેદવાર મનાતા જીગ્નેશ પટેલ અને ભરૂચ જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ શાંતાબેન પટેલનો પણ સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે 15 બેઠકો પૈકી 12 બેઠક માટે ઘનશ્યામ પટેલ અને 3 બેઠક માટે અરૂણસિંહ રણાની પેનલને મેન્ડેટ આપ્યા હતા. મેન્ડેટ નહીં મળવા છતાં અરૂણસિંહ રણાની પેનલમાંથી 12 લોકોએ અપક્ષ ઉમેદવારી કરી છે. દુધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના નર્મદા જિલ્લા પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા સામ સામે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande