પાટણમાં દેવી-દેવતાઓના પોસ્ટર્સ મુદ્દે બજરંગ દળનું એલર્ટ એક્શન
પાટણ, 14 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણના દેવદર્શન કોમ્પ્લેક્સ વિસ્તારમાં જાહેર દીવાલો પર લગાવાયેલા દેવી-દેવતાઓના પોસ્ટર્સ પર લોકોને ગંદકી કરતા હોઈ, હિન્દુ સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી રહી હતી. આ મામલે બજરંગ દળના કાર્યકર્તાઓએ તાત્કાલિક પગલાં લેતાં આજે
પાટણમાં દેવી-દેવતાઓના પોસ્ટર્સ મુદ્દે બજરંગ દળનું એલર્ટ એક્શન


પાટણ, 14 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણના દેવદર્શન કોમ્પ્લેક્સ વિસ્તારમાં જાહેર દીવાલો પર લગાવાયેલા દેવી-દેવતાઓના પોસ્ટર્સ પર લોકોને ગંદકી કરતા હોઈ, હિન્દુ સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી રહી હતી. આ મામલે બજરંગ દળના કાર્યકર્તાઓએ તાત્કાલિક પગલાં લેતાં આજે તમામ પોસ્ટર્સ હટાવી દીધા છે.

બજરંગ દળે જણાવ્યું કે ધાર્મિક ચિહ્નો અને દેવી-દેવતાઓના ચિત્રો સાથે આવો વલણ હિન્દુ ધર્મનું અપમાન છે અને આવા કૃત્યો સમાજમાં અશાંતિ ફેલાવી શકે છે. તેમનું કહેવું છે કે, આવા કાર્યને મંજૂરી આપી શકાતી નથી અને તેમનો હેતુ માત્ર ધાર્મિક ભાવનાઓનું રક્ષણ કરવાનો છે.

સંગઠને પાટણની જનતાને ચેતવણી આપતાં ત્રણ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. જો લોકો આ સમયગાળામાં પોતે આવી પોસ્ટર્સ ન હટાવે, તો બજરંગ દળના કાર્યકર્તાઓ પોતે જ કાર્યવાહી કરશે અને વિરોધ પ્રદર્શન પણ કરશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande