વાઘપુરા શાળામાં પૂરનાં પાણી ભરાયા, મંદિરમાં શરૂ કરાયું શિક્ષણ
પાટણ, 14 સપ્ટેમ્બર (હિ.સ.): સાંતલપુર તાલુકાના નલિયા ગામ નજીક આવેલી વાઘપુરા પ્રાથમિક શાળામાં વરસાદ બાદ નદીના વધેલા વહેણના કારણે ડીપમાંથી પાણી ફરી રહ્યા છે. જેના કારણે શાળામાં હજુ સુધી લગભગ ત્રણ ફૂટ જેટલું પાણી ભરાયેલું છે, જો કે વરસાદને વિરામ મળીને પા
વાઘપુરા શાળામાં પૂરનાં પાણી ભરાયા, મંદિરમાં શરૂ કરાયું શિક્ષણ


પાટણ, 14 સપ્ટેમ્બર (હિ.સ.): સાંતલપુર તાલુકાના નલિયા ગામ નજીક આવેલી વાઘપુરા પ્રાથમિક શાળામાં વરસાદ બાદ નદીના વધેલા વહેણના કારણે ડીપમાંથી પાણી ફરી રહ્યા છે. જેના કારણે શાળામાં હજુ સુધી લગભગ ત્રણ ફૂટ જેટલું પાણી ભરાયેલું છે, જો કે વરસાદને વિરામ મળીને પાંચ દિવસ વીતી ચૂક્યા છે.

શાળાના ઓરડામાં પાણી ભરાયાં હોવાથી કમ્પ્યુટર, રજીસ્ટરો તેમજ બાળકો બેસવાની પાટલીઓ પણ પાણીમાં ઊંડાઈ ગઈ છે. પરિણામે શાળાને મોટું ભૌતિક નુકસાન થયું છે અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ સ્થગિત થઈ ગઈ છે.

શાળાની હાલત સુધરતી ન જણાતા આચાર્યએ શનિવારથી બાલવાટિકા થી ધોરણ 8 સુધીના કુલ 279 વિદ્યાર્થીઓ માટે મંદિરમાં શિક્ષણ ચાલુ કર્યું છે. મંદિરના ખૂણે વિદ્યાર્થીઓને બેસાડી શિક્ષણ કાર્ય ફરી શરૂ કરાયું છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande