પોરબંદર જિલ્લામાં મહિલાઓ માટે જયુટ પ્રોડક્ટ્સની નિશુલ્ક તાલીમનુ આયોજન.
પોરબંદર, 14 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને સ્વરોજગાર તરફ પ્રોત્સાહિત કરવા માટે ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા (આરસેટી) – પોરબંદર દ્વારા જયુટ પ્રોડક્ટ્સ ઉદ્યોગ (ઝુલા બનાવટ) માટે 14 દિવસીય નિવાસી તાલીમનું આયોજન કરવામાં આવ્યુ
પોરબંદર જિલ્લામાં મહિલાઓ માટે જયુટ પ્રોડક્ટ્સની નિશુલ્ક તાલીમનુ આયોજન.


પોરબંદર, 14 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને સ્વરોજગાર તરફ પ્રોત્સાહિત કરવા માટે ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા (આરસેટી) – પોરબંદર દ્વારા જયુટ પ્રોડક્ટ્સ ઉદ્યોગ (ઝુલા બનાવટ) માટે 14 દિવસીય નિવાસી તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. તાલીમનો આરંભ નજીકના સમયમાં થવાનો છે, તાલીમમાં જોડાવા ઈચ્છુક મહિલાઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

આ તાલીમ ખાસ કરીને પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ માટે છે અને સંપૂર્ણપણે નિશુલ્ક છે. તાલીમ દરમ્યાન હોસ્ટેલ તથા જમવાની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. ઈચ્છુક મહિલાઓએ તાલીમ માટે 9033956779, 9265415041 અથવા 7600035222 પર સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરાવવાનુ રહેશે.

વધુ માહિતી માટે એસ.બી.આઈ. આરસેટી – પોરબંદર, નેશનલ હાઈવે – 27, બુદ્ધ વિહારની બાજુમાં, કોસ્ટગાર્ડ ક્વાર્ટર પાસે, નવોદય સ્કૂલ, ધરમપુર – પોરબંદર ખાતે સંપર્ક કરવાનો રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande