ગીર સોમનાથ 14 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લા ના સુત્રાપાડા ખાતે ર્ડો. ભરતભાઈ બારડ શેક્ષણિક સંકુલ માં સુરક્ષા સેતુ સોસાયટી દ્રારા સ્ટુડન્ટ પોલીસ કેડેટ (S. P. C. )ની ત્રણ દિવસ માટે બિન નિવાસી કેમ્પ (ત્રણ દિવસ ) ર્ડો. ભરતભાઈ બારડ શેક્ષણિક સંકુલ સુત્રાપાડા માં યોજાયેલ જેના અંતિમ દિવસ આજ રોજ ગુજરાત રાજ્ય ના પૂર્વ કેબિનેટ મંત્રી અને ર્ડો. ભરતભાઈ બારડ શેક્ષણિક સંસ્થા ના આદ્યસ્થાપક જશાભાઈ બારડ હાજર રહી સિનિયર અને જુનિયર કેડેટ ના વિદ્યાર્થીઓં ભાઈઓં બહેનો ને ખાસ માર્ગદર્શન આપેલ, SPC નું મહત્વ સમજાવેલ અને જીવન માં તેની ઉપયોગિતતા જણાવેલ, વિદ્યાર્થી જીવન માં સ્ટુડન્ટ પોલીસ કેડેટ SPG ના માધ્યમ થી સમાજ માં કઈ રીતે ઉપયોગી થઇ શકો તેની માહિતી આપી હતી,આ યોજના થી માધ્યમિક ક્ક્ષા થી વિધાર્થી ભાઈઑ બહેનો ને કાયદા પ્રત્યે આદર .શિસ્ત ,આદર્શ નાગરિક ની ભાવના ,સમાજ ના નબળા વર્ગ પ્રત્યે સાહનુભૂતિ ,અને મજબૂત લોકશાહી સમાજ બનાવી મજબૂત ભારત બનાવવાની છે .
આ યોજના બાળકોમાં રહેલ જન્મજાત ગુણો તથા સામર્થ્યને શોધી તેનો વિકાસ કરવામાં મદદ કરશે. સાથે સાથે તેમને તેમનાં કુટુંબ સમાજ તથા પર્યાવરણ પ્રત્યેની જવાબદારીઓ અવગત કરાવી મજબુત બનાવવાનો છે. ર્ડો. ભરતભાઈ બારડ શેક્ષણિક સંકુલ સુત્રાપાડા માં આવા અનેક પ્રકાર ની પ્રવૃતિઓ ક્રવવામાં આવે છે , રમત ગમત હોય કે ,ખેલ મહાકુંભ ,કલા મહાકુંભ ,અનેક પ્રવુતિઓ દ્રારા વિધાર્થીઑ માં રહેલા જન્મજાત ગુણો તથા સામર્થ્યને શોધી તેનો વિકાસ માં ખૂજ ઉપયોગી છે .જેના પરિણામ સ્વરૂપ ર્ડો. ભરતભાઈ બારડ શેક્ષણિક સંકુલ સુત્રાપાડા ના વિધ્યાર્થી ઑ ભાઈઑ –બહેનો –જિલ્લા ક્ક્ષા –રાજય ક્ક્ષા અને રાષ્ટ્રીય ક્ક્ષા યે ભાગ લઈ અને પ્રથમ આવેલ છે .
સિનિયર કેડેટ તેમજ જુનિયર કેડેટ દ્રારા હાજર તમામ અતિથિ વિષેસનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવિયું હતું ,સાથે આ ત્રણ દિવસ કરેલ પ્રવૃતિઓ ના અનુભવો જણાવેલ.
આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી જશા બારડ ની સાથે સુત્રાપાડા મામલતદાર ગૌડા તાલુકા વિકાસ અધિકારી ચાવડા , સુત્રાપાડા પોલિસ પી.એસ.આઈ .લોહ ,સુત્રાપાડા નગરપાલિકા ઉપ પ્રમુખ નરેશ કામલીયા ,કારોબારી ચેરમેન કૈલાશ રામ ,સુત્રાપાડા શહેર ભાજપા મહામંત્રી સિદ્ધરાજસિંહ રાઠોડ , ગીર સોમનાથ માધ્યમિક શિક્ષણ સંઘ ના પ્રમુખ હરેશ મોરી, આચાર્ય જોશી ,સુત્રાપાડા ટાઉન બીટ ના જમાદાર બાબુ રામ, સી. પી. ઓં. પિયુષભાઈ કાછેલા, અને સિનિજુનિયર કેડેટ ભાઈ ઓં અને બહેનો હાજર રહ્યા,સમગ્ર કાર્યક્રમ નું સંચાલન પિયુષ કાછેલા દ્રારા કરવા માં આવ્યુ હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ