પોરબંદર, 14 સપ્ટેમ્બર (હિ.સ.)કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, ખાપટ, પોરબંદર ખાતે ટેકનોલોજી વીક અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાપટ- પોરબંદર, ગ્રીન ટીવી, કિશાન ચૌપાલ, ANDREAS STILL PRIVATE LIMITED, ગુજરાત ખેતીવાડી વિભાગ અને ARDEA FOUNDATION ના સંયુક્ત ઉપક્રમે મગફળી પાક પરિસંવાદ તથા STIHL પરિવર્તન યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આ પરિસંવાદ દરમ્યાન ડૉ. આર. બી વાઢેર દ્વારા મગફળીમાં વૈજ્ઞાનિક ખેતી વિશે ખેડૂતોને માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમમાં ખેતીના વિવિધ પાસામાં અગ્રેસર એવા 6 પ્રગતિશીલ ખેડૂતોને એવોર્ડ તથા 13 ખેડૂતોને પ્રશસ્તીપત્ર રૂપે પ્રમાણપત્ર એનાયત કરી બહુમાન કરવામાં આવ્યુ હતું.
જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના સહ વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. એચ. સી. છોડવાડીયાએ ખેડૂતોને બદલતા વાતાવરણમાં પાકનું સંરક્ષણ, ટેકનોલોજીનો ઉપયોગ, કૃષિ સંહિતા એપ,ખેડૂતોને સારા ઉત્પાદન લેવા માંટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કુમારી અંસુ કુમાર દ્વારા કરવામાં આવ્યું હતું તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ના વેજ્ઞાનિકો એમ. જી. નંદાણીયા અને ડૉ. વિ. એમ. પરમાર દ્વારા આ કાર્યક્રમ સફળ બનાવવામાં માટે પુરતું યોગદાન આપવામા આવ્યું હતું અને ખેડૂતોએ પણ રસપૂર્વક ભાગ લીધો હતો.આ અવસરે જિલ્લા ખેતીવાડી અધિકારી એચ. એ. ત્રિવેદી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. એચ, આર, વદર, STIIIL માર્કેટિંગ ડાયરેકટરશ્રી તથા અન્ય વિભાગોમાંથી અધીકારીઓએ ઉપસ્થિતિ રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya