મહેસાણા, 14 સપ્ટેમ્બર (હિ.સ.)વડાપ્રધાનશ્રીના 75મા જન્મદિવસ નિમિતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત” અભિયાન અંતર્ગત મેદસ્વિતા યોગ શિબિરો યોજાશે. સમગ્ર ગુજરાતમાં 17 સપ્ટેમ્બર 2025 થી 16 ઓક્ટોબર 2025 સુધી સવારના 6:30 થી 8:00 વાગ્યા દરમિયાન 75 સ્થળોએ 100 લોકો સાથે 30 દિવસીય “રીઝલ્ટ ઓરિએન્ટેડ” યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
મહેસાણા જિલ્લામાં આ અભિયાન અંતર્ગત બે સ્થળોએ કેમ્પ યોજાશે – પરશુરામ પ્લેગ્રાઉન્ડ, ટીબી રોડ, મહેસાણા તથા અવસર પાર્ટી પ્લોટ, કરણનગર રોડ, કડી. આ બંને સ્થળોએ 17 સપ્ટેમ્બરના રોજ સવારે 6:30 કલાકે શિબિરનો ઉદઘાટન થશે.
યોગ કોર્ડીનેટર મુજબ આ શિબિરનો મુખ્ય હેતુ લોકોને યોગ અને યોગ્ય આહાર દ્વારા મેદસ્વિતા ઘટાડવા અંગે માર્ગદર્શન આપવાનો છે. કેમ્પ દરમિયાન આસનો, પ્રાણાયામ, ડાયટ ચાર્ટ તથા જીવનશૈલી સુધારણા અંગે વિશેષ માહિતી આપવામાં આવશે.
ગુજરાત સરકારના પ્રયત્નોથી સમગ્ર વિશ્વમાં 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એ જ દિશામાં, રાજ્યની જનતાને સ્વસ્થ રાખવા માટે આ અભિયાન આગળ ધપાવવામાં આવી રહ્યું છે. કેમ્પમાં ભાગ લેવા માટે ઇચ્છુક લોકોએ નીચેની લિંક દ્વારા રજીસ્ટ્રેશન કરવાનું રહેશે:
https://forms.gle/JpEzUTWATiWsMP6y6
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR