પોરબંદર, 14 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદરમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાપટ ખાતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તેમજ આત્મા સ્ટાફ દ્વારા આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરના માર્ગદર્શન હેઠળ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાપટ ખાતે ટેકનોલોજી સપ્તાહ ઉજવણી અંતર્ગત તારીખ 9 સપ્ટેમ્બર 2025 અને 10 સપ્ટેમ્બર 2025 ના રોજ પોરબંદર જિલ્લાના ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી અંગે જિલ્લા અંદર તાલીમનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
આ તાલીમમા બહોળી સંખ્યામા ખેડૂતોએ ભાગ લઈને ખેડુત મિત્રોને આજના સમયમાં પ્રાકૃતિક ખેતીનુ મહત્વ, તેનીથી થતા ફાયદાઓ, વિવિધ ફાર્મ મશીનરી તેમજ સરકારની ખેડુત/ખેતીની સહાય યોજનાઓ વિશે તેમજ પ્રાકૃતિક ખેતીના જીવામૃત, ધનજીવામૃત બાયોઈનપુટ ના લાઈવ નિદર્શન દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya