અમરેલીમાં જલસા સાંસ્કૃતિક મહોત્સવ : ધારાસભ્યની હાજરીમાં ગુજરાતી ગીત-ગુંજન અને લોકસાહિત્ય કાર્યક્રમ
અમરેલી,14 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી શહેરમાં આજે સુવર્ણકાર સંઘ – અમરેલી તથા શ્રી વીસા શ્રીમાળી સોની યુવા ગ્રુપ – અમરેલીના સંયુક્ત ઉપક્રમે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ “જલસા”નું આયોજન કરવામાં આવ્યું. ગુજરાતી ગીત-ગુંજન અને લોકસાહિત્યને સમર્પિત આ કાર્યક્રમમ
અમરેલીમાં “જલસા” સાંસ્કૃતિક મહોત્સવ : ધારાસભ્ય કૌશિક વેકારીયાની હાજરીમાં ગુજરાતી ગીત-ગુંજન અને લોકસાહિત્ય કાર્યક્રમ


અમરેલી,14 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી શહેરમાં આજે સુવર્ણકાર સંઘ – અમરેલી તથા શ્રી વીસા શ્રીમાળી સોની યુવા ગ્રુપ – અમરેલીના સંયુક્ત ઉપક્રમે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ “જલસા”નું આયોજન કરવામાં આવ્યું. ગુજરાતી ગીત-ગુંજન અને લોકસાહિત્યને સમર્પિત આ કાર્યક્રમમાં શહેરના સૈંકડો લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય કૌશિક વેકારીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યુવાનો દ્વારા આયોજિત આ પ્રકારની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ધારાસભ્યએ જણાવ્યું કે આવા કાર્યક્રમો ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિને જીવંત રાખવામાં મહત્વનો ફાળો આપે છે.

મંચ પરથી લોકગીતો, સુગમ સંગીત, ગઝલ તથા લોકસાહિત્યના વિવિધ અંશોનું સુંદર રજૂઆત કરવામાં આવી હતી. યુવા કલાકારોને તેમના કલાત્મક પ્રદર્શન માટે પ્રશંસા મળી હતી.

આ અવસરે સુવર્ણકાર સંઘ અને શ્રીમાળી સોની યુવા ગ્રુપના આગેવાનો એ પણ સંદેશ આપ્યો કે સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવું અને નવી પેઢીને એ વારસો આપવો, એ તમામ સમાજની જવાબદારી છે. “જલસા” કાર્યક્રમ દ્વારા અમરેલીના સાંસ્કૃતિક જીવનમાં નવી ઉમંગ અને ઉત્સાહનો સંચાર થયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande