જૂનાગઢ 14 સપ્ટેમ્બર (હિ.સ.)
જુનાગઢ નામદાર નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી નવી દિલ્હી તથા નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ,અમદાવાદની નિશ્રામાં જિલ્લા ન્યાયાધીશ બી જી દવે માં માર્ગદર્શન હેઠળ સમગ્ર જૂનાગઢ જિલ્લા માં તારીખ ૧૩.૦૯.૨૫, શનિવાર ના રોજ લોક અદાલત નું આયોજન કરવામાં આવેલ હતું.
આ લોક અદાલત માં મોટર અકસ્માત, બેંક લેણા, ચેક રિટર્ન, લગ્ન સંબંધી વિગેરે કેસો મૂકવા માં આવેલ હતા. સવાર થી જ વકીલો, પક્ષકારો માં ઉત્સાહ જોવા મળ્યો હતો.
લોક અદાલત, સ્પેશિયલ સેટિંગ, pre litigation ના કેસો મળી ને કુલ ૨૯૪૯ કેસો ના નિકાલ કરવા માં આવ્યો હતો.
લોક અદાલત ને સફળ બનાવવા માટે વકીલો ના સહકાર ને જિલ્લા જજ બી જી દવે તેમજ સચિવ ચંદનાની દ્વારા બિરદાવવા માં આવેલ હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ