લવજીભાઈ ઠાકોર : 15 વર્ષથી પ્રાકૃતિક ખેતીનું સફળ મોડેલ
મહેસાણા, 14 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સુંઢિયા ગામ ડીયોપપરા ખાતે રહેતા લવજી નાથાજી ઠાકોર છેલ્લા 15 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેમના પિતાજી વારંવાર કહેતા કે પહેલાં ધાન્ય અને કઠોળમાં જેવો સ્વાદ હતો તે હવે રાસાયણિક ખાતર
લવજીભાઈ ઠાકોર : 15 વર્ષથી પ્રાકૃતિક ખેતીનું સફળ મોડેલ


લવજીભાઈ ઠાકોર : 15 વર્ષથી પ્રાકૃતિક ખેતીનું સફળ મોડેલ


લવજીભાઈ ઠાકોર : 15 વર્ષથી પ્રાકૃતિક ખેતીનું સફળ મોડેલ


મહેસાણા, 14 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સુંઢિયા ગામ ડીયોપપરા ખાતે રહેતા લવજી નાથાજી ઠાકોર છેલ્લા 15 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેમના પિતાજી વારંવાર કહેતા કે પહેલાં ધાન્ય અને કઠોળમાં જેવો સ્વાદ હતો તે હવે રાસાયણિક ખાતર બાદ રહ્યો નથી. આ જ વાતથી પ્રેરાઈ લવજીભાઈએ પ્રાકૃતિક ખેતીનો માર્ગ અપનાવ્યો.

આજે તેઓ સાત વીઘા જમીનમાં પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરે છે. ગાયના છાણ, જીવામૃત, ઘનજીવાત, અગ્નિઅસ્ત્ર અને નિમાસ્ત્ર જેવા સંપૂર્ણ પ્રાકૃતિક ઉપાયો વડે પાકનું સંવર્ધન કરે છે. તેમની ખેત પેદાશોમાં સ્વાદ અને મીઠાશ વધુ જોવા મળે છે, જ્યારે ખર્ચ ઓછો રહે છે.

લવજીભાઈ ઘઉં, મગ, લીલા મરચા, સીઝનલ શાકભાજી તથા ફળનું વાવેતર કરે છે. તાજેતરમાં તેમણે ઘઉંનું વેચાણ ₹2000માં 20 કિલો, મગ ₹200 પ્રતિ કિલો અને લીલા મરચા ₹300 પ્રતિ કિલો ભાવે કર્યું. બેથી અઢી વીઘામાં સીઝનલ શાકભાજી વડે તેઓ વાર્ષિક 2 થી 2.5 લાખ રૂપિયા સુધીની આવક મેળવી રહ્યા છે.

દર ગુરુવારે મહેસાણા ખેડૂત તાલીમ કેન્દ્રમાં તેઓ પોતાનો રિટેલ વેચાણ કરે છે, જ્યાં ભીંડા, મેથી, પાલક, કોથમીર, રીંગણા, કોબીજ, ફુલાવર, શક્કરિયા, ટામેટા અને પપૈયા જેવી પેદાશો વેચે છે. આ સીધા વેચાણથી તેમને વધારે નફો મળે છે.

લવજીભાઈનું કહેવુ છે કે પ્રાકૃતિક ખેતી સ્વાસ્થ્યપ્રદ, નફાકારક અને લાંબા ગાળે ખેડૂતો માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande