“શિક્ષણમાં AI નો ઉપયોગ” વિષયક સેમિનાર ઊંઝામાં યોજાયો
મહેસાણા, 14 સપ્ટેમ્બર (હિ.સ.)વેદવ્યાસ શાળા વિકાસ સંકુલ, ઊંઝા તથા રોટરી ક્લબ ઓફ ઊંઝાના સંયુક્ત ઉપક્રમે એ.પી.એમ.સી. હોલ, ઊંઝા ખાતે “શિક્ષણમાં AI નો ઉપયોગ” વિષયક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે શ્રી દેવેન્દ્ર ત્રિવેદીએ ઉપ
“શિક્ષણમાં AI નો ઉપયોગ” વિષયક સેમિનાર ઊંઝામાં યોજાયો


મહેસાણા, 14 સપ્ટેમ્બર (હિ.સ.)વેદવ્યાસ શાળા વિકાસ સંકુલ, ઊંઝા તથા રોટરી ક્લબ ઓફ ઊંઝાના સંયુક્ત ઉપક્રમે એ.પી.એમ.સી. હોલ, ઊંઝા ખાતે “શિક્ષણમાં AI નો ઉપયોગ” વિષયક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે શ્રી દેવેન્દ્ર ત્રિવેદીએ ઉપસ્થિત શિક્ષકોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) વિષયની વિગતવાર અને ઉપયોગી માહિતી આપી.

સેમિનારમાં ઊંઝા, વડનગર, ખેરાલુ તથા સતલાસણા તાલુકાના આચાર્યશ્રીઓ અને શિક્ષકોએ ઉપસ્થિત રહી શિક્ષણક્ષેત્રમાં AI કેવી રીતે અભ્યાસક્રમ, મૂલ્યાંકન અને વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા વધારવામાં મદદરૂપ બની શકે તેની જાણકારી મેળવી. દેવેન્દ્ર ત્રિવેદીએ શિક્ષણમાં નવી ટેક્નોલોજીના મહત્વ પર પ્રકાશ પાડી AI થી આવનારા સમયમાં શિક્ષણ વ્યવસ્થામાં થતા પરિવર્તનો અંગે સમજણ આપી.

આ પ્રસંગે માનનીય ધારાસભ્ય કે. કે. પટેલ તથા જિલ્લા શિક્ષણાધિકારી બી.એન. પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. બંને મહાનુભાવોએ શિક્ષણમાં આધુનિકતા અને ટેક્નોલોજીનું સંકલન સમયની આવશ્યકતા હોવાનું જણાવ્યું અને આવા જ્ઞાનવર્ધક કાર્યક્રમો સતત યોજાય તેવા શુભકામના પાઠવી.

Rotary Club of Unjha અને વેદવ્યાસ શાળા વિકાસ સંકુલ, ઊંઝા દ્વારા આયોજિત આ સેમીનાર શિક્ષણક્ષેત્ર માટે અત્યંત ઉપયોગી અને સમયોચિત સાબિત થયો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande