પોરબંદર પી.એમ. નવાપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં સમૂહ ગીતમાં પ્રથમ.
પોરબંદર, 14 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર પી.એમ. નવાપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં સમૂહ ગીતમાં પ્રથમ આવ્યા છે. પોરબંદરમાં કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા ભરની શાળાઓના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધ
પોરબંદર પી.એમ. નવાપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં સમૂહ ગીતમાં પ્રથમ.


પોરબંદર, 14 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર પી.એમ. નવાપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં સમૂહ ગીતમાં પ્રથમ આવ્યા છે.

પોરબંદરમાં કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા ભરની શાળાઓના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. પી.એમ. નવાપરા પ્રાથમિક શાળાના છાત્રો પણ આ કલા મહાકુંભમાં સહભાગી બન્યા હતા. શાળાની નાની દિકરીઓ પ્રાર્થના સભાથી શરુ કરેલ યાત્રા કલા મહાકુંભમાં તાલુકા સુધી અને ત્યાંથી જિલ્લા સુધી પહોંચી હતી. 6 થી 14 વર્ષની વિદ્યાર્થીનીઓએ સમૂહ ગીતમાં પ્રથમ નંબર મેળવ્યો હતો. સંગીતના શિક્ષક અનિલભાઈ ભુવાએ મહેનત કરાવીને બાળકોને જિલ્લામાં પ્રથમ નંબર અપાવ્યો હતો. આ તકે શાળા પરિવાર અને શાળા એસ.એમ.સી પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande