સિદ્ધપુરમાં મહિલાની સાથે છેડતી, આરોપી સામે ગુનો નોંધાયો
પાટણ, 14 સપ્ટેમ્બર (હિ.સ.): સિદ્ધપુર શહેરમાં 6 સપ્ટેમ્બર, 2025ના રોજ સવારે 10 વાગ્યે એક મહિલાની સાથે છેડતીની ગંભીર ઘટના સામે આવી છે. મહિલાની નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપી ગોવિંદ પ્રજાપતિએ તેના ઘરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો અને તેના પર પ્રેમસં
સિદ્ધપુરમાં મહિલાની સાથે છેડતી, આરોપી સામે ગુનો નોંધાયો


પાટણ, 14 સપ્ટેમ્બર (હિ.સ.): સિદ્ધપુર શહેરમાં 6 સપ્ટેમ્બર, 2025ના રોજ સવારે 10 વાગ્યે એક મહિલાની સાથે છેડતીની ગંભીર ઘટના સામે આવી છે. મહિલાની નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપી ગોવિંદ પ્રજાપતિએ તેના ઘરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો અને તેના પર પ્રેમસંબંધ માટે દબાણ કરી રહ્યો હતો.

મહિલાએ ઇન્કાર કરતાં આરોપી ઉશ્કેરાયો હતો. તેણે મહિલા સાથે ગાળો-બકલી કરીને ઝપાઝપી કરી હતી અને તેની આબરૂ લેવાનો પ્રયાસ પણ કર્યો હતો. આરોપીએ મહિલાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી, જેના કારણે મહિલામાં ભારે ભયનો માહોલ સર્જાયો છે.

સિદ્ધપુર પોલીસ મથકે આરોપી વિરુદ્ધ BNS કલમ 74, 75(2), 296(2), 351(3) અને 329(5) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર કેસની તપાસ પીએસઆઈ સી.એચ. પટેલ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande