અમરેલી, 16 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી શહેરના લાઠી રોડ ઉપર આવેલો સસ્તી વસ્તુ મળતો શોરૂમ આજે ખરીદદારો માટે વિશેષ આકર્ષણ બની ગયો છે. આ મોલ અંદાજે ચાર વર્ષ પહેલાં શરૂ કરવામાં આવ્યો હતો અને આજે સમગ્ર ગુજરાત સુધી પોતાનું વેચાણ વિસ્તારી ચૂક્યો છે. મોલમાં ઘરગથ્થુ સામાનથી લઈને ઇલેક્ટ્રોનિક્સ, કપડાં અને બાળકો માટેની ચીજો ખૂબ જ કિફાયતી દરે ઉપલબ્ધ થાય છે.
શોરૂમની અંદર રસોડા માટે જરૂરી વસ્તુઓ માત્ર 30 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધી મળી રહે છે. પ્લાસ્ટિક, સ્ટીલ અને ગ્લાસની વસ્તુઓ, બોટલ, ડબ્બા, કુકર, થાળી, ચમચી જેવી દૈનિક ઉપયોગી ચીજો લોકો માટે ખૂબ જ ઓછી કિંમતમાં ઉપલબ્ધ છે. મધ્યમ અને નીચી આવક ધરાવતા પરિવાર માટે આ શોરૂમ ખૂબ જ ફાયદાકારક સાબિત થયો છે.
મોલની ખાસિયત એ છે કે અહીં ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જેમ કે ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન, મિક્સર-ગ્રાઈન્ડર જેવી મોંઘી વસ્તુઓ પણ બજાર ભાવ કરતાં 20 થી 30 ટકા સુધી સસ્તી મળે છે. કેટલાક કિસ્સાઓમાં તો વસ્તુઓ માર્કેટ પ્રાઈઝથી 70 થી 80 ટકા સુધીના ભાવમાં મળી રહે છે, જે ગ્રાહકો માટે ખૂબ જ મોટો લાભ છે.
જય મસરાણીના જણાવ્યું કે, સામાન્ય લોકો માટે એક જ જગ્યા પર તમામ ચીજો કિફાયતી ભાવે ઉપલબ્ધ કરાવવાનો સંકલ્પ લીધો હતો. ગ્રાહકોને ઓનલાઇન જેટલો જ નહીં પરંતુ ક્યારેક તેનાથી પણ વધુ સસ્તો ભાવ અહીં મળે છે. મોલમાં ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે વેચાણ કરવામાં આવે છે, જેના કારણે સમગ્ર ગુજરાતમાંથી લોકો અહીંથી ખરીદી કરે છે.
શોરૂમમાં બ્રાન્ડેડ કંપનીના શૂઝ, કપડાં, બાળકો માટેના ડ્રેસ, સ્કૂલ બેગ, તેમજ તમામ ઘર વપરાશની ચીજો સરળતાથી મળી રહે છે. ખાસ કરીને તહેવારોના દિવસોમાં મોલમાં ભારે ભીડ જોવા મળે છે. સામાન્ય દિવસોમાં પણ રોજ 100 થી વધુ લોકો અહીં ખરીદી કરવા આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai