પોરબંદર, 16 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદરમાં જિલ્લાકક્ષા યુવક નેતૃત્વ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવનાર છે.
રાજ્યના યુવક યુવતીઓમાં નેતાગીરી ગુણો કેળવાય, તેમની પ્રતિભા વિકસે, આસપાસ બનતા બનાવો વિષે જાગૃતતા કેળવાય, યુવાનો કલ્યાણકારી પ્રવૃતિઓનું ચાલકબળ બને, રાષ્ટ્રના વિકાસમાં મહત્વનું પ્રદાન કરે તે માટે યુવા સંસ્થાઓ સ્થાપવી, મજબુત કરવી વિકસાવવી અને તેનું લોકશાહી ઢબે સંચાલન કરવાની તાલીમ આપવાના હેતુથી તેમજ યુવક યુવતીઓમાં માટે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસમાં યોગ પ્રથાનું પ્રદાન વિશિષ્ટ છે. યોગાસનો દ્વારા રાજ્યના યુવાનોનો સર્વાંગીક વિકાસ થાય તેમનું સ્વાસ્થ્ય સુધરે તેમજ રોગ નિવારણ કરી શકાય તે હેતુથી જિલ્લાકક્ષાયુવક નેતૃત્વ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન હાથ ધરવામાં આવનાર છે.
પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ તા.31/12/2025 ધ્યાને રાખતા 15 થી 35 વર્ષના 60 યુવક યુવતીઓ માટે જિલ્લાકક્ષા યુવક નેતૃત્વ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન માહે સપ્ટેમ્બર- 2025 માં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, પોરબંદર દ્વારા હાથ ધરનાર છે.
આ શિબિરમાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારે ફોર્મ મેળવી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી,” ગાંધી સ્મૃતિભવન”, કનકાઈ માતાજીના મંદિર પાસે, ચોપાટી રોડ, પોરબંદર ખાતે તા.20/09/2025 બપોરે 12:30 વાગ્યા સુધીમાં જમા કરાવવાનું રહેશે. સમયમર્યાદા બાદ આવેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહિ એમ પોરબંદર જિલ્લા યુવા વિકાસ અધિકારીની એક યાદીમાં જણાવાયુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya