ગીર સોમનાથ 16 સપ્ટેમ્બર (હિ.સ.) યુવા કાર્યકર્મ અને ખેલ મંત્રાલય (મેરા યુવા ભારત જૂનાગઢ ગીરસોમનાથ દ્વારા કસ્તુરબા બાલિકા વિદ્યાલય અરણેજ ના પટાંગણમાંહિંદી પખવાડિયા (Hindi Pakhwada) વિશે બાલિકાઓ સમજાવ્યું કે દર વર્ષે 14 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર સુધી ઉજવવામાં આવે છે.
14 સપ્ટેમ્બર 1949ના રોજ હિંદીને ભારતની રાજભાષા તરીકે સ્વીકારવામાં આવી હતી. આ જ દિવસને હિન્દી દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે, અને ત્યારબાદ બે અઠવાડિયા સુધી હિન્દી પખવાડિયા તરીકે વિવિધ કાર્યક્રમો થાય છે।તેમજ વકૃત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું અને પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરાયા આ તકે પી એલ વી પ્રકાશ જે મકવાણા ,વોર્ડન કમ હેડ ટીચર પરમાર રંજનબેન એન ,સહાયક વોર્ડન કંચનબેન વાળા તેમજ બાળાઓ હાજર રહ્યા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ