ગીર સોમનાથ 16 સપ્ટેમ્બર (હિ.સ.) ઉના તાલુકાના પાતાપુર ગામમાં સિંહોના આતંકની ઘટના સામે આવી છે. બે સિંહ છ ફૂટ ઊંચી દીવાલ કૂદીને ખેડૂતોની વાડીમાં ઘૂસી આવ્યા હતા. સિંહોએ વાડીમાં રહેલા બે વાછરડા અને એક પાડાનું મારણ કર્યું હતું, જ્યારે એક પશુને ગંભીર ઈજા પહોંચાડી હતી. આ ઘટના ખેડૂત શૈલેષ વઘાસિયા અને કિરણ ધીરુની વાડીમાં બની હતી. સિંહોએ વાડીના દરવાજાને તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. પશુઓના મારણ બાદ સિંહોએ ત્યાં જ મિજબાની માણી હતી. સિંહો એ જંગલ પછી નું બીજું ઘર પાતાપુર માં બનાવ્યું હોય તેમ આ ગામ માં ધોળે દિવસે સિંહ લોકો ને ગામ ની શેરી માં સામ મળે છે. સિંહોના વારંવારના આંટાફેરાથી પાતાપુર ગામના રહીશોમાં ભયનો માહોલ છે. વન વિભાગે સિંહોનું લોકેશન શોધવા માટે કવાયત શરૂ કરી છે. આ વિસ્તારમાં સિંહોની હાજરીથી ગ્રામજનોની સલામતી જોખમમાં મુકાઈ છે. વન વિભાગ દ્વારા આ સમસ્યાના નિરાકરણ માટે યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ