રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
અમરેલી, 16 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લામાં ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મહામંડળ તથા અમરેલી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક મહામંડળના સંયુક્ત આયોજન હેઠળ “નમો કે નામ રક્તદાન” મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જિલ્લા
રકતદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું


અમરેલી, 16 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લામાં ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મહામંડળ તથા અમરેલી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક મહામંડળના સંયુક્ત આયોજન હેઠળ “નમો કે નામ રક્તદાન” મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જિલ્લામાં કાર્યરત સરકારી કર્મચારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. રક્તદાન મહાદાન ગણાતું હોવાથી મોટી સંખ્યામાં લોકોએ નિસ્વાર્થ ભાવથી પોતાનું રક્તદાન કર્યું.

આ કાર્યક્રમનું ઉદ્દઘાટન મહાનુભાવો તથા સંસ્થાના આગેવાનોની ઉપસ્થિતિમાં થયું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત વક્તાઓએ જણાવ્યું હતું કે, રક્તદાનથી અનેક જીવનોને નવી જીવાદોરી મળી શકે છે. આજના સમયમાં અકસ્માતો, ગંભીર બીમારીઓ તથા સર્જરી જેવા પ્રસંગોમાં સમયસર રક્ત ઉપલબ્ધ થવું અત્યંત જરૂરી બને છે. આ માટે આવા રક્તદાન શિબિરોનું આયોજન સમાજ માટે કલ્યાણકારી સાબિત થાય છે.

કેમ્પ દરમ્યાન તબીબી ટીમ દ્વારા દાતાઓનું આરોગ્ય પરીક્ષણ કરીને સલામતી સાથે રક્તસંગ્રહ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં એકત્રિત થયેલ રક્તને જિલ્લાની વિવિધ બ્લડ બેંકોમાં મોકલવામાં આવશે જેથી જરૂરિયાત મંદ દર્દીઓને સમયસર ઉપલબ્ધ થઈ શકે. આ રક્તદાન કેમ્પ દ્વારા સમાજમાં માનવસેવા, એકતા અને સહકારનો સુંદર સંદેશ પ્રસર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande