પોરબંદર, 17 સપ્ટેમ્બર (હિ.સ.)મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા વર્ષ 2014 થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ કરાયેલ “સ્વચ્છ ભારત મીશન”ને 11 વર્ષ પૂર્ણ થવા નિમિતે દેશવ્યાપી “સ્વચ્છતા હી સેવા 2025” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગતિશીલ નેતૃત્વ અને કઠોર નિર્ણય શક્તિથી નવા ભારતના નિર્માતા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે તા. 17/09/2025 ના રોજ પોરબંદરના જુના બંદર વિસ્તારમાં બોટ એસોસીએશન ઓફિસ પાસે પોરબંદર સમસ્ત ખારવા સમાજ, પોરબંદર માચ્છીમાર બોટ એસોસીએશન અને પોરબંદર માચ્છીમાર પીલાણા એસોસીએશન નાં હોદ્દેદારો દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya