આમોદ નગરપાલિકા પ્રમુખે નરેન્દ્ર મોદીના જન્મ દિવસે, સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં માત્ર ફોટો શૂટ કર્યું
આમોદ નગરપાલિકા પ્રમુખે જાતે કર્મચારી પાસે રસ્તા પર કચરો નખાવ્યો ફોટોશૂટ કરવા રસ્તા પર કચરો નખાવતા કેમેરામાં કેદ થયાં આમોદના હોદ્દેદારો નરેન્દ્ર મોદીના લાડકા થવા તેમના જ હોદ્દેદારો નાટકો અને જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છે ધોળા દિવસે પક્ષ અને લોકોને છેત
આમોદ નગરપાલિકા પ્રમુખે નરેન્દ્ર મોદીના જન્મ દિવસે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં માત્ર ફોટો શૂટ કર્યું


આમોદ નગરપાલિકા પ્રમુખે નરેન્દ્ર મોદીના જન્મ દિવસે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં માત્ર ફોટો શૂટ કર્યું


આમોદ નગરપાલિકા પ્રમુખે નરેન્દ્ર મોદીના જન્મ દિવસે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં માત્ર ફોટો શૂટ કર્યું


આમોદ નગરપાલિકા પ્રમુખે નરેન્દ્ર મોદીના જન્મ દિવસે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં માત્ર ફોટો શૂટ કર્યું


આમોદ નગરપાલિકા પ્રમુખે નરેન્દ્ર મોદીના જન્મ દિવસે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં માત્ર ફોટો શૂટ કર્યું


આમોદ નગરપાલિકા પ્રમુખે જાતે કર્મચારી પાસે રસ્તા પર કચરો નખાવ્યો

ફોટોશૂટ કરવા રસ્તા પર કચરો નખાવતા કેમેરામાં કેદ થયાં આમોદના હોદ્દેદારો

નરેન્દ્ર મોદીના લાડકા થવા તેમના જ હોદ્દેદારો નાટકો અને જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છે

ધોળા દિવસે પક્ષ અને લોકોને છેતરી રહ્યા છે તેમના પક્ષના નેતાઓ

ભરૂચ 17 સપ્ટેમ્બર (હિ.સ.)

ભરૂચ જિલ્લાની આમોદ નગરપાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે દેશભરમાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમને માત્ર મોદીને સારું લગાડવા અને કાર્યક્રમને સફળ બતાવવા કચરો નખાવી સાફ કરાતા સઘળું નાટક કેમેરામાં કેદ થઈ જતા તેમની સેવા કાર્યક્રમનો ફિયાસ્કો થઈ ગયો હતો.જ્યારે આમોદ નગરપાલિકા વિસ્તારમાં તો ગંદકી અને કચરાના ઢગલા જ જોવા મળે છે.

આમોદ નગરપાલિકાના કરતૂત સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે આમોદ નગરપાલિકા પ્રમુખે જાતે જ રોડ પર કચરો નખાવીને ફોટોશૂટ કરાવ્યો હતો.સ્વચ્છતા કાર્યક્રમના નામે રોડ પર કચરો ફેંકી નગરજનોને દેખાડા કરવા પાછળ આ પગલાંથી સેવા પખવાડિયાની ભાવનાને કલંકિત કરવામાં આવી છે.

નગરપાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારી દ્વારા આ કૃત્યથી સ્પષ્ટ થાય છે કે સમગ્ર કાર્યક્રમ માત્ર નાટક હતો. કચરાની ગંદકીમાંથી લોકોનો ત્રાસ દૂર કરવાની જગ્યાએ, પોતાની છબી નરેન્દ્ર મોદી સામે ચમકાવા માટે જાહેર માર્ગ પર કચરો નખાવીને ફોટોગ્રાફ્સ પડાવવામાં આવ્યા હતા. આ વીડિયો બહાર આવતા જ નગરજનોમાં ભારે એમની સામે થું થું થઈ રહી છે.

આ અંગે યુથ કોંગ્રેસનો કેતન મકવાણાએ ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું કે આમોદ નગરપાલિકા કંપાઉન્ડમાં સફાઈ કર્મીઓએ સફાઈ કરી હતી.પરતુ તેમ છતાંય આમોદ પાલિકાના મુખ્ય અધિકારી અને પ્રમુખ દ્વારા ફોટો શૂટ કરાવવા માટે જાણી જોઈને ત્યાં કચરો નંખાવે છે અને ફોટો શૂટ કરાવે છે.આમોદ નગરપાલિકામાં એક તરફ ગંદકીના કારણે રોગચાળો અને મચ્છરોનો ઉપદ્રવ હોવાના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે.ત્યારે પાલિકાના અધિકારીઓ માત્ર નગરમાં પણ આવી જ રીતે સફાઈ માટે ફોટો સેશન જ કરી રહ્યા છે.પરતુ આમોદની જે ખરી પરિસ્થિતિ છે તેના માટે યોગ્ય પગલા ભરો તેવી શિખ આપી હતી.

આ અંગે આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયકે જણાવ્યું હતું કે,આ કચરો અમારા જાણ બહાર નાખી દીધો હતો.પરતુ ખબર પડતા જ અમે બહાર ચાલી નીકળ્યા હતા અને બહારના ભાગે સફાઈનો કાર્યક્રમ કર્યો હતો.

આ મામલે જનતા તરફથી માંગ ઉઠી રહી છે કે આમોદ નગરપાલિકા પ્રમુખે તાત્કાલિક જાહેરમાં માફી માંગવી જોઈએ અને રાજ્ય સરકારએ આ કૃત્યની ગંભીર નોંધ લેવી જોઈએ યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ જેથી અન્ય હોદ્દેદારો પણ આવા કૃત્ય ના કરે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande