ભાણપુર ગામ બન્યું તાલુકાનું પ્રથમ સોલાર ઝગમગતું ગામ
મહેસાણા, 17 સપ્ટેમ્બર (હિ.સ.): વિજાપુર તાલુકાનું ભાણપુર ગામ હવે સોલાર પરિવર્તન યોજના અંતર્ગત ઝગમગી ઉઠ્યું છે અને તાલુકામાં સોલાર પ્રોજેક્ટથી ઝગમગાટ કરતું પ્રથમ ગામ બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. અનારબેન પટેલના NGOના સહયોગથી આ સોલાર પ્રોજેક્ટનું ખાતમ
ભાણપુર ગામ બન્યું તાલુકાનું પ્રથમ સોલાર ઝગમગતું ગામ


મહેસાણા, 17 સપ્ટેમ્બર (હિ.સ.): વિજાપુર તાલુકાનું ભાણપુર ગામ હવે સોલાર પરિવર્તન યોજના અંતર્ગત ઝગમગી ઉઠ્યું છે અને તાલુકામાં સોલાર પ્રોજેક્ટથી ઝગમગાટ કરતું પ્રથમ ગામ બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. અનારબેન પટેલના NGOના સહયોગથી આ સોલાર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત ધારાસભ્ય સી.જે. ચાવડાની ખાસ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી અને સૂર્યશક્તિ દ્વારા ગામના વિકાસનો નવો અધ્યાય શરૂ થયો હતો.

આ અવસરે એનજીઓ પ્રતિનિધી અનારબેન પટેલ, જયેશભાઈ પટેલ, અમરભાઈ શાહ, પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ હાર્દિક પટેલ, શહેર ભાજપ પ્રમુખ અગન બારોટ, એપીએમસી ડિરેક્ટર કમલેશભાઈ પટેલ, પૂર્વ તાલુકા પ્રમુખ રાજુભાઈ પટેલ તેમજ ભાણપુર ગામના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા.

સોલાર પ્રોજેક્ટની પહેલ કરનાર ભાજપના પૂર્વ પ્રમુખ રાજુભાઈ પટેલના પ્રયત્નો માટે સમગ્ર ગ્રામજનોએ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તાલુકામાં પ્રથમ વખત આ પ્રકારનું અનોખું પ્રોજેક્ટ સફળતાપૂર્વક શરૂ થવાથી ભાણપુર ગામે વિકાસનું નવું મોડલ સ્થાપિત કર્યું છે. આ પ્રોજેક્ટ ભવિષ્યમાં પર્યાવરણ બચાવવાના પ્રયાસો સાથે ગામના ઊર્જા સ્વાવલંબનની દિશામાં ઐતિહાસિક પગલું ગણાશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande