પોરબંદર, 17 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લાના વાડોત્રા ગામે સગીરવયના દિકરાને મોટરસાયકલ ચલવા દેતા પિતા સામે ફરીયાદ નોંધવામા આવી છે વાડોત્રા ગામે રહેતા અને ખેતીનો વ્યવસાય કરતા અશોક ગોવિંદ ગલ નામના યુવાને પોતાના સગીરવયાના દિકરાને પોતાનુ મોટરસાયકલ ચલાવા દેતા અશોક ગલ સામે કુતિયાણા પોલીસ સ્ટેશનમા ફરીયાદ નોંધવામા આવી છે પુત્ર સગીરવયનો હોય અને તેમની પાસે લાયન્સ નહિં હોવાનુ જાણવા છતા બાઇક ચલાવા દેતા તેમની સામે ફરીયાદ નોંધવામા આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya