કોડીનારમાં રક્તદાન અભિયાન અંતર્ગત ભવ્ય કેમ્પ
ગીર સોમનાથ 17 સપ્ટેમ્બર (હિ.સ.) કોડીનાર ખાતે નમો કે નામ રક્તદાન અભિયાન અંતર્ગત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કોડીનાર એસટી ડેપો ખાતે સવારના આઠ વાગ્યાથી રક્તદાન કેમ્પનો પ્રારંભ થયો
કોડીનાર ખાતે નમો કે નામ રક્તદાન અભિયાન


ગીર સોમનાથ 17 સપ્ટેમ્બર (હિ.સ.) કોડીનાર ખાતે નમો કે નામ રક્તદાન અભિયાન અંતર્ગત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોડીનાર એસટી ડેપો ખાતે સવારના આઠ વાગ્યાથી રક્તદાન કેમ્પનો પ્રારંભ થયો હતો, જેમાં ડેપોના કર્મચારીઓએ બહોળી સંખ્યામાં હાજરી આપીને ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. આ અભિયાનમાં સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને માનવ સેવા રૂપે રક્તદાન કર્યું હતું.

આ પ્રસંગે અમરેલી વિભાગના નિયામક અતુલભાઈ સોલંકી સાહેબના માર્ગદર્શન હેઠળ કોડીનાર એસટી ડેપોના મેનેજર નથવાણી સાહેબ, એટીઆઈ કરસનભાઈ તથા અજીતભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

આ રક્તદાન કેમ્પથી માનવતાના ઉદ્દાત સંદેશ સાથે પ્રધાનમંત્રીના જન્મદિવસને સેવાભાવથી ઉજવવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande