ગીર સોમનાથ કણજોતર ગામે, વીજ વિભાગની ટીમ પર હુમલો સામસામે ફરિયાદ થઈ હોય નું જાણવા મળેલું છે
ગીર સોમનાથ 17 સપ્ટેમ્બર (હિ.સ.) સુત્રાપાડા તાલુકાના કણજોતર ગામે આજે સવારે વીજ વિભાગ દ્વારા હાથ ધરાયેલા વીજ ચેકિંગ અભિયાન દરમિયાન અચાનક તંગદિલી સર્જાઈ હતી. મળતી માહિતી મુજબ આ હુમલામાં વિભાગના બે કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે. તેમને તરત જ સુત્રાપાડાની સર
ગીર સોમનાથ કણજોતર ગામે, વીજ વિભાગની ટીમ પર હુમલો સામસામે ફરિયાદ થઈ હોય નું જાણવા મળેલું છે


ગીર સોમનાથ 17 સપ્ટેમ્બર (હિ.સ.)

સુત્રાપાડા તાલુકાના કણજોતર ગામે આજે સવારે વીજ વિભાગ દ્વારા હાથ ધરાયેલા વીજ ચેકિંગ અભિયાન દરમિયાન અચાનક તંગદિલી સર્જાઈ હતી. મળતી માહિતી મુજબ આ હુમલામાં વિભાગના બે કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે. તેમને તરત જ સુત્રાપાડાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

ઘટના અંગે વીજ વિભાગ દ્વારા ફરિયાદ નોંધાવવા સુત્રાપાડા પોલીસ સ્ટેશન પહોંચી છે. સામેવાળાની તરફથી પણ ફરિયાદ દાખલ થવાની માહિતી સામે આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande