પોરબંદર, 17 સપ્ટેમ્બર (હિ.સ.): સૌરાષ્ટ્ર ઝોનમાં સામેલ રાજકોટ અને જૂનાગઢના માહિતી ખાતાના અધિકારીઓને આજે જોનલ કક્ષાની ચિંતન શિબિરના બીજા દિવસે ધોરાજી ખાતે આવેલા ઓસમ ડુંગર ખાતે 800 ફૂટની ઊંચાઈ પર યોગ કર્યા હતા.
ઉગતા સૂર્યની સાક્ષીએ માહિતી ખતરના અધિકારીઓએ અરુણ દય સાથે પહાડ પર આરોહણ ચાલુ કર્યું હતું અને પહાડની ટોચ પર પહોંચીને યોગમુદ્રામાં યોગસન કર્યા હતાં.
ઓમકારના નાદ સાથે પર્વતના આંદોલન સાથે તાલ મિલાવતા અરુણોદય વચ્ચે યોગની વિવિધ મુદ્રાઓ સાથે તનની સાથે મનની પ્રફુલ્લિતતા વચ્ચે સામંજસ્ય બનાવ્યું હતું.
સંયુક્ત માહિતી નિયામક મિતેશભાઇ મોડાસિયા અને જિલ્લાના વડાઓએ ટ્રેકર સાથે કદમ થી કદમ મિલાવી સફળતાપૂર્વક મુખ્યમંત્રીના 'મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન'ને સાકાર કરતાં ઈડરિયો ડુંગર સર કર્યો હોય તેવી ભાવનાથી સફળતાપૂર્વક ઓસમ ડુંગર પર આરોહણ કર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya