સુરત, 17 સપ્ટેમ્બર (હિ.સ.): વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિન નિમિત્તે ઓલપાડના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 'સ્વસ્થ નારી, સશક્ત પરિવાર' અભિયાન અંતર્ગત વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મેડિકલ કેમ્પ યોજાયો હતો. મંત્રીશ્રીએ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ અહીં દાખલ દર્દીઓની તબિયત અંગે જાણકારી મેળવી તેમની ખબરઅંતર પૂછ્યા હતા.
આ મેડિકલ કેમ્પમાં ગ્રામ્ય વિસ્તારના નાગરિકોએ વિનામૂલ્યે આરોગ્ય તપાસ, તબીબી સલાહ અને જરૂરી સારવારનો લાભ મેળવ્યો હતો. રેડિયોલોજિસ્ટ, સ્ત્રીરોગ તજજ્ઞ (ગાયનેકોલોજી), બાળરોગ (પીડિયાટ્રિક્સ) તેમજ જનરલ ઓપીડી સાથે અન્ય સામાન્ય તકલીફોની ચકાસણી નિષ્ણાત તબીબો અને આરોગ્યકર્મીઓ દ્વારા કરવામાં આવી હતી.
આ પ્રસંગે તા. પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ, ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ, RCHO ડો.પિયુષ શાહ, તા.આરોગ્ય અધિકારી ડો.ચિરાગ પટેલ, અગ્રણીઓ કુલદિપસિંહ ઠાકોર, બ્રિજેશભાઇ પટેલ, વિવિધ ગામના સરપંચો, તબીબો, આરોગ્ય વિભાગની ટીમ સહિત સ્વયંસેવકો, સંગઠનના કાર્યકરો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે