પોરબંદર, 17 સપ્ટેમ્બર (હિ.સ.): મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા વર્ષ 2014થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ કરાયેલ “સ્વચ્છ ભારત મિશન”ને 11 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે દેશવ્યાપી “સ્વચ્છતા હી સેવા – 2025” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પોરબંદર જિલ્લામાં થનાર ઉજવણી અન્વયે જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી.
બેઠક દરમિયાન કલેક્ટરએ સંલગ્ન વિભાગોના સ્વચ્છતા હી સેવા અભિયાન અન્વયે જિલ્લામાં સ્વચ્છતા અભિયાન ખરા અર્થેમા સાર્થક કરવા સંલગ્ન અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને સ્વચ્છતા પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે માટે જરૂરી આયોજન કરવા પણ સૂચન કર્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બી. બી. ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાના સરવૈયા, નાયબ કલેકટર એન. બી. રાજપૂત સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya